દરોડા/ અહીંથી મળી આવ્યો મોટી માત્રામાં શંકાસ્પદ અખાદ્ય ગોળનો વિશાળ જથ્થો…

હાલોલ શહેરના પાવાગઢ રોડ ઉપર આવેલ પાર્થ ટ્રેડિંગના વેપારી અને વડાતલાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ રાજુ મહેશ્વરીના ગોડાઉનમાંથી ૧૭ લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ અખાદ્ય ગોળ નો વિપુલ જથ્થો ગોધરા આર.આર.સેલ. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

Gujarat Others
godhara 2 અહીંથી મળી આવ્યો મોટી માત્રામાં શંકાસ્પદ અખાદ્ય ગોળનો વિશાળ જથ્થો...

@મોહસીન દાલ, પંચમહાલ

હાલોલ શહેરના પાવાગઢ રોડ ઉપર આવેલ પાર્થ ટ્રેડિંગના વેપારી અને વડાતલાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ રાજુ મહેશ્વરીના ગોડાઉનમાંથી ૧૭ લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ અખાદ્ય ગોળ નો વિપુલ જથ્થો ગોધરા આર.આર.સેલ. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. યુપીથી આવેલો જથ્થો દુકાન પાછળ આવેલ ગોડાઉનમાં ઉતરી રહ્યો હતો ત્યારે જ ઝડપાઈ ગયો હતો.

હાલોલ ખાતે દારૂ બનાવવા મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતો અખાદ્ય ગોળનો મોટો જથ્થો ઉતારવાનો હોવાની બાતમી જિલ્લા આર.આર.સેલ.પોલીસને મળતા આ જથ્થો ઝડપી પાડવા એક કલાકની દોડધામ બાદ હાલોલના પાવાગઢ રોડ ઉપર આવેલ પાર્થ ટ્રેડિંગના વેપારી રાજુ મહેશ્વરી દ્વારા તેની દુકાન પાછળ આવેલ ગોડાઉનમાં ઉતારવામાં આવતો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલો ગોળનો જથ્થો અખાદ્ય છે કે કેમ એ અંગે વધુ તપાસ હાથ ધરવા આર.આર.સેલ.પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ સમગ્ર જથ્થો સ્થાનિક પોલીસને સોંપી એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવતા ખાનગી રાહે અખાદ્ય ગોળનો ગેરકાયદે વેપલો કરતા વેપારીઓમાં દોડધામ મચી હતી.

પાવાગઢ રોડ ઉપર આવેલ પાર્થ ટ્રેડિંગના વેપારી રાજુ મહેશ્વરી દ્વારા તેઓના દુકાન પાછળ આવેલ ગોડાઉનમાં યુપીથી આવેલો ૧૨૦૦ પેટી ગોળનો રાજુ મહેશ્વરી દ્વારા યુપીથી મંગાવી પોતાના ગોડાઉનમાં ખાલી કરાવતા હતા ત્યારે આર.આર.સેલ.ના અધિકારીઓએ ગાડી અને ગોડાઉનના જથ્થાની ચકાસણી કરી હતી અને પ્રાથમિક તબક્કે આ ગોળ અખાદ્ય હોવાનું જણાઈ આવતા હાલોલ રૂરલ પોલીસને બોલાવી કુલ ૧૭,૬૨,૪૪૦/- ની કિંમતની ૪૩૮૬ પેટી ગોળ અને ૧૦ લાખની ટ્રક મળી ૨૭,૬૨,૫૦૦ / – નો મુદ્દામાલ કબજે કરી ગોડાઉન સીલ કરવાની કામગીરી કરવામાં આવતા કેટલાક વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

જૂની પેપર મિલ તરીકે ઓળખાતા અને અત્યારે કુંજ સુરેશ મજેશ્વરી નામના ઈસમના ગોડાઉનમાં આ જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે આર.આર.સેલ.ના અધિકારીઓએ ગોડાઉનમાંથી ૨૦૯૧ પેટી ૧૦ કિલોની અને ૯૬૨ પેટી ૨૦ કિલો વજનની મળી ૧૧,૦૩,૬૪૦/- ની કિંમતની ૩૧૮૬ પેટી સહિત ટ્રક માંથી ૬,૫૮,૮૦૦/ -ની કિંમત ની ૨૦ કિલો વજનની ૧૨૦૦ પેટી મળી કુલ ૧૭,૬૨,૪૪૦ / – ની કિંમત નો ૪૩૮૬ પેટી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો હતો . જિલ્લાના અધિકારીઓ દ્વારા છાપો મારી શંકાસ્પદ અખાદ્ય ગોળનો વિપુલ જથ્થો ઝડપી પડતા હાલોલ ટાઉન પોલીસ મોડે મોડે ઊંઘ ઉડાડી બનાવ સ્થળે પહોંચી હતી અને અનિચ્છાએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી . હાલોલમાં જથ્થાબંધ માત્રામાં ઝડપાયેલા ગોળના જથ્થા મામલે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક શંકાઓ ઉભી થઇ રહી છે.