Funny Moment/ મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા

ત્રીજી ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ હવે ચોથી ટેસ્ટને લઇને રણનીતિ બનાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોથી ટેસ્ટ પહેલા રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Sports
1 31 મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા

ત્રીજી ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ હવે ચોથી ટેસ્ટને લઇને રણનીતિ બનાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોથી ટેસ્ટ પહેલા રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક મોલમાં ડાયનાસોર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો છે.

1 33 મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા

આ પણ વાંચો – Controversy / એકવાર ફરી ગુસ્સેથી લાલચોડ થયો કીરોન પોલાર્ડ, જુઓ વીડિયો

ટીમ ઇન્ડિયાનાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મૂડને કેવી રીતે ઠીક કરવો તે સારી રીતે જાણે છે. ટીમ ઇન્ડિયાને હેડિંગ્લે ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 76 રનની હાર મળી હતી. હવે ભારતીય ટીમ ચોથી ટેસ્ટની તૈયારી કરી રહી છે. રિષભ પંતે ઓવલ ખાતે ટેસ્ટ પહેલા પોતાને સારા મૂડમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીનાં ક્રિકેટરે લંડનનાં મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને ત્યાં ડાયનાસોરનાં સ્ટેચ્યૂ સાથે વાતચીત કરતા જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે રિષભ પંતનાં આ અનોખી એક્ટિંગ પલને કેમેરામાં કેદ કરી હતી અને આ ફોટો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો અને વિકેટકીપર બેટ્સમેનની મજાક ઉડાવી હતી. સ્ટોરી શેર કરતા ઠાકુરે કેપ્શનમાં લખ્યું, ‘તેને ડાયનાસોર સાથે વાત કરવાનું પસંદ છે.’

1 32 મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા

આ પણ વાંચો – Interesting / ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરનાર આ ખેલાડી હવે ભારત તરફથી રમશે ક્રિકેટ

રિષભ પંત હાલમાં ભારતનાં સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. તેની બેટિંગ શૈલી વિરોધી ટીમોમાં ભય પેદા કરવામાં સક્ષમ છે, જ્યારે વિકેટ પાછળનાં તેના શબ્દો સાથી ખેલાડીઓનાં ચહેરા પર સ્મિત આવી જાય છે. ટિમ પેન સાથેની મજેદાર લડાઈ હોય કે સ્પાઈડરમેન ગીત ગાવાની વાત હોય, પંતે મેદાનમાં ઘણી રમુજી પળો આપી છે. જોકે, 23 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન માટે વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસ સારો રહ્યો નથી. પંતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં એક પણ અડધી સદી ફટકારી ન હોતી. હાલની ટેસ્ટ સીરીઝની પાંચ ઇનિંગ્સમાં 25, 37, 22, 2 અને 1 રન બનાવ્યા. પંતે ઓસ્ટ્રેલિયામાં અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે તેના શાનદાર પ્રદર્શનને કારણે ચાહકોને તેના પ્રશંસક બનાવી દીધા હતા. પરંતુ હવે તે ખરાબ ફોર્મનાં કારણે ટીકાઓથી ઘેરાયેલો છે.