ગુજરાત/ પેપર લીક મુદ્દે હવે પેપર સેટરોની ખેર નથી,સજા સહિત અનેક મહત્વના નિર્ણય જીટીયૂ બેઠકમાં લેવાયા

વે પેપર લીક મામલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. જો પેપર લીક થશે તો તેના માટે પેપર સેટરો સામે સજાની જોગવાઇ કરવામાં આવી છે

Top Stories Gujarat
11 11 પેપર લીક મુદ્દે હવે પેપર સેટરોની ખેર નથી,સજા સહિત અનેક મહત્વના નિર્ણય જીટીયૂ બેઠકમાં લેવાયા
  • પેપર લીક મુદ્દે પેપર સેટરોને હવે થશે સજા
  • જીટીયૂ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
  • પેપર તૈયાર કરવામાં ભૂલ હવે નહીં ચલાવાય
  • પેપર સેટરોને ભૂલ પ્રમાણે થશે અલગ સજા
  • વાયવા માર્કસ સુધારાની રજૂઆત પણ નહીં ચલાવાય
  • સુધારાની રજૂઆત કરતા ફેકલ્ટીને પણ થશે દંડ
  • ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા નિર્ણય

ગુજરાતમાં અવારનવાર પેપર લીક થવાના સમાચાર પ્રકાશિત થતા હોય છે, જેના લીધે રાજ્યમાં ભારે હોબાળો મચી જવા પામે છે, થોડા દિવસો પહેલા જ નર્મદ યુનિવર્સિટીમાં પેપર લીક થયાના સમાચાર સામે આવ્યા હતા. હવે પેપર લીક મામલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. જો પેપર લીક થશે તો તેના માટે પેપર સેટરો સામે સજાની જોગવાઇ કરવામાં આવી છે, આ ઉપરાતં પેપર તૈયાર કરવામાં કોઇ ભૂલ નહીં ચલાવી લેવાય. જો પેપર સેટરો દ્વારા કોઇ ભૂલ થશે તો તેમની ભૂલના આધારે સજા કરવામાં આવશે. માર્કસ સુધારવાની રજૂઆત પણ નહીં ચલાવી લેવામાં આવે. આ સાથે સુધારાની રજૂઆત કરતા ફેકલ્ટીને પણ દંડ થશે. આ તમામ નિર્ણય જીટીયૂ કાઉન્સિલમાં લેવામાં આવ્યો છે.