Not Set/ વધતી ઠંડીને લઇને સ્વાઇનફ્લુનો કહેર, ૨૪ કલાકમાં ૮ ના મોત

અમદાવાદ, ભારતભરમાં માથુ ઉચકેલા સ્વાઇનફ્લુનાં આંકડા કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે સ્વાઇનફ્લુ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે સ્વાઇનફ્લુ દેશમાં ખુબ ઝડપથી વકરી રહ્યો છે. વધતી ઠંડીને લઇને સ્વાઇનફ્લુનાં દર્દીઓ વધી રહ્યા છે. ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમ્યાન આંકડા ખુબ વધ્યા છે. ભારતભરમાં સૌથી વધારે સ્વાઇનફ્લુના દર્દીઓ રાજસ્થાનમાં નોંધાયા છે. તો બીજો ક્રમ ગુજરાતનો […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 45 વધતી ઠંડીને લઇને સ્વાઇનફ્લુનો કહેર, ૨૪ કલાકમાં ૮ ના મોત

અમદાવાદ,

ભારતભરમાં માથુ ઉચકેલા સ્વાઇનફ્લુનાં આંકડા કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે સ્વાઇનફ્લુ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે સ્વાઇનફ્લુ દેશમાં ખુબ ઝડપથી વકરી રહ્યો છે.

વધતી ઠંડીને લઇને સ્વાઇનફ્લુનાં દર્દીઓ વધી રહ્યા છે. ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમ્યાન આંકડા ખુબ વધ્યા છે. ભારતભરમાં સૌથી વધારે સ્વાઇનફ્લુના દર્દીઓ રાજસ્થાનમાં નોંધાયા છે.

તો બીજો ક્રમ ગુજરાતનો આવે છે અને ત્રીજા સ્થાને દેશનું પાટનગર દિલ્હી સ્વાઇનફ્લુનાં ભરડામાં નોંધાયુ છે. વાત કરીએ ગુજરાતની તો છેલ્લા 24 કલાકમાં સ્વાઇનફ્લુને કારણે 8 દર્દીઓનાં મોત થયા છે.

જેમાં વડોદરામાં 3, રાજકોટમાં 2, ભાવનગરમાં 2 અને જામનગરમાં 1 દર્દીનાં મોતનો સમાવેશ થાય છે. સ્વાઇનફ્લુનાં આંકડા હજૂ પણ વધવાની સંભાવના કેન્દ્ર સરકારે વ્યક્ત કરી છે. દેશના નાગરીકોને સ્વાઇનફ્લુ અંગે  ગંભીર બનવાની અપિલ કરી છે.