Not Set/ મધ્યપ્રદેશના પુર્વ ડીજીપી ઋષિ કુમાર શુક્લાની CBIના ડાયરેક્ટર તરીકે નિમણુંક

દિલ્હી દેશની ટોપ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(CBI)ના ડાયરેક્ટર પદે મધ્યપ્રદેશ કેડરના આઇપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લાની નિમણુંક કરી છે. વડાપ્રધાનના વડપણ હેઠળ બનેલી સિલેક્શન કમિટીએ સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે ઋષિ કુમાર શુક્લાની એપોઇન્ટમેન્ટ કરી હતી.ઋષિ કુમાર શુક્લાની બે વર્ષ માટે સીબીઆઇના ડાયરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. 1983 બેચના આઇપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લા […]

Top Stories India
mantavya 47 મધ્યપ્રદેશના પુર્વ ડીજીપી ઋષિ કુમાર શુક્લાની CBIના ડાયરેક્ટર તરીકે નિમણુંક

દિલ્હી

દેશની ટોપ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(CBI)ના ડાયરેક્ટર પદે મધ્યપ્રદેશ કેડરના આઇપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લાની નિમણુંક કરી છે.

વડાપ્રધાનના વડપણ હેઠળ બનેલી સિલેક્શન કમિટીએ સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે ઋષિ કુમાર શુક્લાની એપોઇન્ટમેન્ટ કરી હતી.ઋષિ કુમાર શુક્લાની બે વર્ષ માટે સીબીઆઇના ડાયરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. 1983 બેચના આઇપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લા મધ્યપ્રદેશના ડીજીપી તરીકે ફરજ નિભાવી ચુક્યા છે.

સીબીઆઇના સ્થાયી ડાયરેક્ટર તરીકેની નિમણુંક 10 જાન્યુઆરીથી થઇ નહોતી.અગાઉ સીબીઆઇના ડાયરેક્ટર તરીકે કામ કરતાં આલોક વર્માની તેમની સાથે કામ કરતા સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના જોડે થયેલી માથાકુટ પછી તેમને હટાવી દઇને બદલી કરવામાં આવી હતી.આલોક વર્માને હટાવ્યા પછી સીબીઆઇમાં કામચલાઉ ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિમણુંક કરવામાં આવી હતી.

https://twitter.com/mantavyanews/status/1091679745660530688

જો કે સીબીઆઇના કાયમી ડાયરેક્ટર તરીકે કોઇ અધિકારીની  નિમણુંક નહીં થવાથી સુપ્રિમ કોર્ટે પણ કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો.

જોવાની વાત એ પણ હતી કે વડાપ્રધાન પીએમ મોદી, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની સિલેક્શન કમિટીની બે મીટીંગો પછી પણ સીબીઆઇના ડાયરેક્ટરની નિમણુંક શક્ય નહોતી બની.