Rupala Vs Dhanani/ રાજકોટમાં રૂપાલા સામે પરેશ ધાનાણી લડશે ચૂંટણી

કોંગ્રેસ છેવટે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી લડવા માટે તૈયાર કરવા સમજાવવામાં સફળ રહ્યુ છે. આમ લોકસભા ચૂંટણી 2024માં રાજકોટ બેઠક પર હવે ભાજપના રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2024 04 09T154942.616 રાજકોટમાં રૂપાલા સામે પરેશ ધાનાણી લડશે ચૂંટણી

રાજકોટઃ હાશ, કોંગ્રેસને છેવટે રાજકોટ બેઠક પર લડવા માટે ઉમેદવાર મળ્યા છે. કોંગ્રેસ છેવટે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી લડવા માટે તૈયાર કરવા સમજાવવામાં સફળ રહ્યુ છે. આમ લોકસભા ચૂંટણી 2024માં રાજકોટ બેઠક પર હવે ભાજપના રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે.

જો કે પરેશ ધાનાણીએ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન કર્યા ત્યારથી જ અટકળો સેવાવા માંડી હતી કે તેઓ મેદાનમાં ઉતરી શકે છે. છેવટે તેમની ચૂંટણી લડવાની જાહેરાત સાથે આ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયું છે. ધાનાણી હવે પૂરેપૂરી તાકાતથી રૂપાલા સામે ઝંપલાવી શકે તેમ છે. જો કે ધાનાણી કોંગ્રેસના નેતાઓની ભારે જહેમત પછી ચૂંટણી લડવા માટે તૈયાર થયા હતા.

ધાનાણીના મેદાનમાં ઉતરવા અંગે માનવામાં આવે છે કે તેઓને નારાજ ક્ષત્રિય મતોનો ફાયદો મળશે. રૂપાલાના બફાટનો ફાયદો ઉઠાવવાની તક કોંગ્રેસ જતી કરવા માંગતી નથી. તેથી જ રૂપાલા સામે ધાનાણી જેવા મજબૂત ઉમેદવારને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.

પરેશ ધાનાણીના ચૂંટણી લડવાના મામલાને લઈને તરત જ ગુજરાત ભાજપ નાયબ પ્રદેશ પ્રમુખ ભરત બોઘરાએ નિવેદન આપ્યું છે. તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે ધાનાણી જ શું કામ રાહુલ ગાંધી પણ ચૂંટણી લડવા માંગતો હોય તો અમે તેને આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે. આ બેઠક પર કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થશે એમ ભરત બોઘરાએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ પર લગાવાશે સ્પ્રિન્કલર

આ પણ વાંચો:IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

આ પણ વાંચો:પુણામાં પ્રેમ અદાવતમાં ભાણેજે કરી મામાની હત્યા, પોલીસે કરી આરોપીઓની અટકાયત

આ પણ વાંચો:રાજકોટના બિલ્ડરોને દિલ્હી એરપોર્ટ પર મજાક ભારે પડી