Rajkot Crime/ લગ્નજીવન બચાવવા ભૂવાના આશરે જવું પરીણિતાને મોંઘું પડ્યું

રાજકોટમાં (Rajkot) પરીણિતાને પતિ સાથેની તકલીફ માટે ભૂવાનો આશરો લેવાનો મોંઘો પડી ગયો છે. રાજકોટની પરીણિતાએ તેના લગ્નજીવનની તકલીફોના ઉકેલ માટે ગોંડલના રત્ના ભૂવાનો સંપર્ક સાધ્યો હતો.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 10T145600.020 લગ્નજીવન બચાવવા ભૂવાના આશરે જવું પરીણિતાને મોંઘું પડ્યું

રાજકોટઃ રાજકોટમાં (Rajkot) પરીણિતાને (Married Woman) પતિ સાથેની તકલીફ માટે ભૂવાનો આશરો લેવાનો મોંઘો પડી ગયો છે. રાજકોટની પરીણિતાએ તેના લગ્નજીવનની તકલીફોના ઉકેલ માટે ગોંડલના રત્ના ભૂવાનો સંપર્ક સાધ્યો હતો. આના પગલે રત્ના ભૂવાએ જણાવ્યું હતું કે લગ્ન જીવનમાં નડતર છે અને તેના માટે વિધિ કરવી પડશે અને આ માટે 21 હજાર રૂપિયા માંગ્યા હતા.

પરીણિતાએ આના માટેની તૈયારી બતાવતા ભુવો પછી એક ડગલું આગળ વધ્યો હતો અને તેણે માતા અને પુત્રીની સાથે શરીર સુખ માટે માંગ કરી હતી. ભુવાની આ માંગથી ચોંકી ગયેલી પરીણિતાએ ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરીણિતાની ફરિયાદના પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનની પોલીસ સક્રિય બની હતી અને ગોંડલના રત્ના ભૂવાને સકંજામાં લીધો હતો.

આ કિસ્સો લગ્નજીવન સફળ બનાવવા માટે બાહ્ય ઉપાયો શોધતી મહિલાઓ માટે લાલબત્તી સમાન છે. પોલીસની કાર્યવાહીના પગલે મહિલા અને તેની પુત્રી બચી ગયા, પણ આવા કેટલાય કિસ્સાઓમાં મહિલાઓને લેવાના દેવા પડી જતાં હોય છે. લગ્નજીવનનો તકલીફોનો ઉકેલ લગ્નજીવનમાંથી જ મળે છે, માબાપ સિવાય બીજું કોઈ ખાસ આ મુદ્દે વિશેષ મદદ કરી શકતું નથી. છેવટે તો વ્યક્તિની સમજ જ તેના કામમાં આવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ