pre wedding/ પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ,તૈયારીઓ પૂરજોશમાં

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ 13 મેના રોજ થઈ હતી, આ કપલ થોડા દિવસોમાં એટલે કે 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે

Entertainment
8 15 પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ,તૈયારીઓ પૂરજોશમાં

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ 13 મેના રોજ થઈ હતી, આ કપલ થોડા દિવસોમાં એટલે કે 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. પરિણીતી ચોપરા અને રાઘવ તેમની સગાઈ બાદ ઘણી વખત સાથે જોવા મળ્યા છે.  હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. રાઘવ ચડ્ઢાના દિલ્હીના ઘરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી  છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ પહેલા, હલ્દી અને મહેંદી ફંક્શન માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાઘવ ચઢ્ઢાના દિલ્હીના ઘરનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો રાઘવના ઘરની અંદર વસ્તુઓ લઈને જતા જોવા મળે છે. પ્રિ-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંનેના પરિવાર તેમના લગ્નમાં ખૂબ જ વ્યસ્ત છે.

પરિણીતી-રાઘવ પ્રી-વેડિંગ ફંક્શન
રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરા આ દિવસોમાં તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમના લગ્નને લઈને વધુ ચર્ચામાં છે. કાર્યક્રમની શરૂઆત પરિણીતીના ચૌરા વિધિથી થશે. રાઘવ ચઢ્ઢાની સેહરાબંધી સેરેમની તાજ લેક પેલેસમાં 24 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે કરવામાં આવશે. આ પછી તાજ લેક પેલેસ ઉદયપુરથી બપોરે 2 વાગે સરઘસ નીકળશે.

પરિણીતી-રાઘવનો પ્રેમ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં નજીકના મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ સગાઈમાં સામેલ થયા હતા. તમે બંનેની સગાઈની તસવીરો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોઈ શકો છો. વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ટૂંક સમયમાં અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે.