Parliament special session/ સંસદ માટે શહીદી વહોરી લેનારા જવાનોને નમન, PM મોદીએ સંસદ હુમલાને યાદ કર્યો

પીએમ મોદીએ ચંદ્રયાન-3 અને જી-20ની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો

Gujarat Trending
Mantavyanews 4 5 સંસદ માટે શહીદી વહોરી લેનારા જવાનોને નમન, PM મોદીએ સંસદ હુમલાને યાદ કર્યો

નવી દિલ્હીઃ આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ પ્રસંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા. વિશેષ સત્ર શરૂ થતાં પહેલા મીડિયાને સંબોધિત કરતી વેળાએ પીએમ મોદીએ ચંદ્રયાન-3 અને જી-20ની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે વિપક્ષનું નામ લીધા વગર ટોણો માર્યો હતો કે રોદણાં રોવાં રોવા માટે ઘણો સમય મળશે. તેમણે કહ્યું કે સંસદનું આ વિશેષ સત્ર નાનુ છે પણ ઐતિહાસિક છે.

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજે એટલે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે અને 22 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. સંસદના વિશેષ સત્ર દરમિયાન, લગભગ આઠ બિલો વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ સત્રમાં સંસદની 75 વર્ષની સફર પર પણ ચર્ચા થશે.તેમજ  સંસદની નવી ઇમારતમાં પ્રથમ વખત ગૃહની કાર્યવાહી થશે.


Live

દર વખતે અમને પૂછવામાં આવે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં બોલતાએ કહ્યું કે, દર વખતે અમને પૂછવામાં આવે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું? ખડગેએ જવાબમાં કહ્યું કે અમે તે કર્યું જે તમે બધા આજે આગળ લઈ રહ્યા છો, અમે તેની શરૂઆત કરી છે.

આ ગૃહને વિદાય આપવી ભાવુક ક્ષણ છે: અધીર રંજન ચૌધરી
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે ભાવુક થવું સ્વાભાવિક છે. અમારા પૂર્વજો ચાલ્યા ગયા, અમે તેમને યાદ કરતા રહીશું. આજે જૂના ગૃહનો છેલ્લો દિવસ છે. મને સમજાતું નથી કે 75 વર્ષની અમૃતકાળ ક્યાંથી લાવીએ. ગૃહની પ્રક્રિયા ચાલી રહી છે અને ચાલુ રહેશે. દર વખતે અમને સવાલ કરવામાં આવે છે કે અમે કંઈ કર્યું નથી, જો ખરેખર એવું છે તો ઈસરો જેવી સંસ્થાઓ કોણે સ્થાપી? તેની સ્થાપના તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુ દ્વારા 1964માં કરવામાં આવી હતી.

આ ગૃહમાં એક વોટથી ગઈ અટલજીની સરકાર : PM
પીએમ મોદીએ જૂના ગૃહમાં પોતાના છેલ્લા સંબોધનમાં કહ્યું, આ ગૃહે ઈમરજન્સી જોઈ છે. આ ગૃહ દ્વારા વન નેશન વન ટેક્સનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ગૃહમાં ગરીબોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તે ગૃહ જ છે જ્યાં અટલજીની સરકાર એક વોટથી પડી હતી. આ ગૃહમાં ત્રણ રાજ્યોની રચના કરવામાં આવી હતી.

આ ગૃહમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા : PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને યાદ કરતા લોકસભામાં કહ્યું, ‘આ ગૃહમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. GSTનો નિર્ણય અહીં લેવામાં આવ્યો હતો. અહીં કલમ 370 પર નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘વન નેશન, વન ટેક્સ’નો નિર્ણય અહીં લેવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદને સુચારૂ રીતે ચાલે તે માટે અસંખ્ય લોકોએ યોગદાન આપ્યું છે. લોકશાહીના આ ગૃહમાં આતંકવાદી હુમલો પણ થયો હતો. આ સંસદ પર નહીં પરંતુ આપણા આત્મા પર હુમલો હતો. દેશ આને ક્યારેય ભૂલી શકશે નહીં. હું તેમને પણ સલામ કરું છું જેમણે આતંકવાદીઓ સામે લડતી વખતે ગૃહને બચાવવા માટે છાતી પર ગોળીઓ ઝીલી હતી.

નેહરૂ ગાંધીથી લઇ મનમોહન સિંહને યાદ કર્યા
વડાપ્રધાન મોદીએ સંસદીય ઈતિહાસમાં યોગદાન માટે જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહ સુધીના દરેક વડાપ્રધાનનો ઉલ્લેખ કર્યો. સરદાર પટેલથી લઈને લાલકૃષ્ણ અડવાણી સુધીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વિશ્વની તમામ ધારણાઓને ખોટી સાબિત કરી
દેશ આઝાદ થયો ત્યારે ઘણા વિદ્વાનોએ આશંકા વ્યક્ત કરી હતી કે દેશ ચલાવી નહીં શકે, લોકતંત્ર નહીં રહે, પરંતુ આ સંસદની તાકાત છે કે સમગ્ર વિશ્વના વિદ્વાનોની ધારણાઓને ખોટી સાબિત કરી. આપણી જુની પેઢીએ આ સાબિત કરીને બતાવ્યું છે. આપણી બંધારણીય સભાએ બંધારણ આપ્યું. દેશના સામાન્ય નાગરિકને સંસદ પર વિશ્વાસ વધતો ગયો તે આ 75 વર્ષની સૌથી મોટી સિદ્ધિ છે. આ સદન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતો રહે તે લોકતંત્રની સૌથી મોટી તાકાત છે.

પીએમએ કોરાનાકાળ દરમિયાન સંસદની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાને સદનને સંબોધતા કહ્યું કે કોરોનાકાળમાં અનેક અસુવિધા વચ્ચે સાંસદો સાંસદમાં આવ્યા હતા. કોઈ વ્હિલ ચેયર તો કોઈ ડૉકટરને બહાર રાખીને કોરોનાકાળમાં બંને સદનના સદસ્યોના આવ્યા હતા. સદનમાં ઘણી વખત કોરોના પરીક્ષણ કરવું પડતું હતું, માસ્ક પહેરવું પડતું હતું પરંતુ કોઈ કામ અટક્યું નથી.

G20ની સફળતા કોઈ વ્યક્તિ કે પક્ષની નહીં
સંસદના વિશેષ સત્રમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, G20ની સફળતા દેશના 140 કરોડ નાગરિકોની સફળતા છે. આ ભારતની સફળતા છે, કોઈ વ્યક્તિ કે પક્ષની નહીં. આપણા બધા માટે ઉજવણીનું કારણ છે. આ દરેક માટે ગર્વની વાત છે. આ ગૃહમાં છેલ્લા 75 વર્ષમાં સ્વતંત્ર ભારત સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ બની છે. 600 મહિલા સાંસદોએ પણ ગૃહનું ગૌરવ વધાર્યું છે. જ્યારે હું પહેલીવાર સાંસદ તરીકે આ ભવનમાં પ્રવેશ્યો ત્યારે મેં લોકશાહીના આ મંદિરમાં માથું નમાવ્યું હતું.

દરેક જગ્યાએ ભારતની ચર્ચા થઈ રહી છે
સંસદના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક જગ્યાએ ભારતની ચર્ચા થઈ રહી છે. ચંદ્રયાન-3ની સફળતાથી સમગ્ર દેશ ગૌરવની વાત છે. તેમા ભારતની શક્યતાનું એક નવું રૂપ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. તે આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ સાથે સંબંધિત છે. દેશ અને દુનિયામાં આની નવી અસર પડશે.

નવી સંસદમાં દેશવાસીઓએ પરસેવો રેડ્યો છે
વડાપ્રધાન મોદીએ કહ્યું, નવા સંસદ ભવન પર જતા પહેલા દેશની સંસદની 75 વર્ષની સફરને યાદ કરીએ. અમે બધા આ ઐતિહાસિક ઇમારતને વિદાય આપી રહ્યા છીએ. આમાં દેશવાસીઓએ પરસેવો રેડ્યો છે. આઝાદી પહેલા આ ગૃહ શાહી વિધાન પરિષદ (ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ)ની બેઠક હતી. આઝાદી બાદ આ ઈમારતને સંસદભવનની ઓળખ મળી. જૂની સંસદ ભવન આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.

વિશેષ સત્રમાં પીએમ મોદીનું સંબોધન શરૂ
વડાપ્રધાન મોદી પણ લોકસભામાં હાજર છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા બાદ હવે પીએમ મોદીનું સંબોધન શરૂ થઈ ગયું છે.

દિનેશ શર્માએ રાજ્યસભામાં સાંસદ તરીકે શપથ લીધા
સંસદના વિશેષ સત્રમાં ભાજપના નેતા દિનેશ શર્માએ રાજ્યસભામાં સાંસદ તરીકે શપથ લીધા. દિનેશ શર્માને યુપીમાંથી રાજ્યસભા માટે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

વિશેષ સત્ર શરૂ થતાં જ લોકસભામાં હોબાળો
સંસદ ભવનમાં વિશેષ સત્ર શરૂ થતાં જ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો શરૂ થયો હતો. વિપક્ષ માઈક બંધ હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવી રહ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ G20 સમિટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.

આઠ બિલા પર થશે ચર્ચા

1. પ્રેસ અને સામયિક નોંધણી બિલ, 2023 (The Press and Registration of Periodicals Bill, 2023)
2. એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023  (The Advocates (Amendment) Bill, 2023)
3. (વરિષ્ઠ નાગરિક કલ્યાણ બિલ, 2023 The Maintenance and Welfare of Parents and Seniors Citizens (Amendment) Bill, 2019)
4. રિપીલિંગ એન્ડ અમેન્ડિંગ બિલ (The Repealing and Amending Bill, 2023)
5. The Constitution (Scheduled Tribes) Order (Amendment) Bill, 2019
6.પોસ્ટ ઓફિસ બિલ, 2023 (The Post Office Bill, 2023)
7. The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023
8. The Constitution (Jammu and Kashmir) Scheduled Castes Order (Amendment) Bill, 2023

લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ
સંસદના વિશેષ સત્રની શરૂઆત થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિત તમામ સાંસદો સદનમાં હાજર છે.

પક્ષ-વિપક્ષ વચ્ચે વિતર્ક ન હોવો જોઇએ
સંસદના વિશેષ સત્રની શરૂઆત પહેલા ટીએમસી સાંસદ સુદીપ બંદોપાદ્યાએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે, અમારી ઇચ્છા છે કે વિશેષ સત્ર સારી રીતે સંપન્ન થાય, પક્ષ અને વિપક્ષ વચ્ચે વિતર્ક ન હોવો જોઇએ.

આજથી શરૂ થઈ રહ્યું છે મહત્વપૂર્ણ: ઓમ બિરલા
લોકસભાના સત્રની શરૂઆત પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલા સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરે જેમાં કહ્યું લોકસભા આજથી શરૂઆત થઇ રહ્યો છે. 13મું સત્ર મહત્વપૂર્ણ છે. આજથી નવા સંસદ ભવનમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસથી લોકતંત્રને વધુ સમૃદ્ધ બનાવવાની નવી યાત્રા શરૂ કરશે. 140 કરોડ દેશવાસીઓની ભાગીદારી તેને વિશેષ બનાવશે.

આજથી શરૂ થશે સંસદનું વિશેષ સત્ર
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજે એટલે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે અને 22 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. સંસદના વિશેષ સત્ર દરમિયાન, લગભગ આઠ બિલો વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ સત્રમાં સંસદની 75 વર્ષની સફર પર પણ ચર્ચા થશે.તેમજ  સંસદની નવી ઇમારતમાં પ્રથમ વખત ગૃહની કાર્યવાહી થશે.