અમદાવાદ/ ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી, મકાનમાં ફસાયેલા લોકોનુ કરાયું રેસ્ક્યુ

અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વધુ એક મકાન ધરાશાયી થયું હતું. ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.મકાનની દિવાલ તૂટતા લોકો ફસાયા હતા.

Top Stories Ahmedabad Gujarat
Untitled 74 ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી, મકાનમાં ફસાયેલા લોકોનુ કરાયું રેસ્ક્યુ
  • અમદાવાદ: ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી
  • મકાનની દિવાલ તૂટતા લોકો ફસાયા હતા
  • મકાનમાં ફસાયેલા લોકોનુ કરાયું રેસ્ક્યુ
  • ફાયર બ્રિગેડે લોકોનુ રેસ્ક્યુ કરાયું
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજયભરમાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ વધી છે.અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર પણ વધારે મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત મકાન નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ આજે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વધુ એક મકાન ધરાશાયી થયું હતું. ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.મકાનની દિવાલ તૂટતા લોકો ફસાયા હતા. જેમનું ફાયર બ્રિગેડે સ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.હાલ રેસ્ક્યુ કેરેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના કેટલાક બે મહિનાથી જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. જેમાં સૌથી મોટી ઘટના રથયાત્રા દરમિયાન થયેલ દુર્ઘટના ગણાવી શકાય છે. જે બાદ મીઠાખળી વિસ્તારમાં એક મકાન પડી ગયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોને ઇજા થઇ હતી અને બાદમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.

આ પણ વાંચો:ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

આ પણ વાંચો:PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

આ પણ વાંચો:અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત