રક્ષાબંધનની અનોખી ઉજવણી/ સુરતમાં શાળાની પહેલ ભાઈ પણ બહેનને રાખડી બાંધી વચન આપશે

આજના સમયમાં યુવાધન નાશના રવાડે ચડ્યું છે તેમાં પણ ડ્રગ્સનું દુષણ પણ યુવાનોમાં ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે.ત્યારે સભ્ય સમાજમાં યુવાધન અવળે રસ્તેના ચડે તે માટે આ વખતે અનોખી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી.

Gujarat Surat
Untitled 225 સુરતમાં શાળાની પહેલ ભાઈ પણ બહેનને રાખડી બાંધી વચન આપશે

@દિવ્યેશ પરમાર 

સુરતમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી થઈ હતી.જેમાં અંકુર સ્કૂલ દ્વારા અનોખી પહેલ કરાઈ હતી.ખાસ કરીને બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે.જોકે આ વખતે ભાઈ પણ બહેનની રક્ષા કાજે રાખડી બંધશે અને તેમાં બહેન ભાઈને વચન આપશે કે ખોટા માર્ગે પોતાના ભાઈને ભટકવા દેશે નહિ ખાસ કરીને વ્યસન જેવી કુટેવોથી પોતાના ભાઈને દૂર રાખી તેનું હમેશા રક્ષણ કરશે.આ પ્રકારનું વચન આપી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી.

Untitled 226 સુરતમાં શાળાની પહેલ ભાઈ પણ બહેનને રાખડી બાંધી વચન આપશે

આજના સમયમાં યુવાધન નાશના રવાડે ચડ્યું છે તેમાં પણ ડ્રગ્સનું દુષણ પણ યુવાનોમાં ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે.ત્યારે સભ્ય સમાજમાં યુવાધન અવળે રસ્તેના ચડે તે માટે આ વખતે અનોખી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી.જેમાં સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર સ્કૂલે યુવાનોને કુટેવોથી દુર રાખવ માટે પોતાની શાળામા જ રાખડી તૈયાર કરી હતી.જેમાં બહેનો એ પોતાના ભાઈને રાખડી બાંધી હતી જેમાં ભાઈ એ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

Untitled 226 1 સુરતમાં શાળાની પહેલ ભાઈ પણ બહેનને રાખડી બાંધી વચન આપશે

તો સામે ભાઈ પણ બહેનોને રાખડી બાંધી હતી અને પોતાના ભાઈ ની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.ખાસ કરી ને કુટેવો થી દુર રહેવા, નશા કારક પદાર્થોથી દૂર રહેવા સહિતના વચનો બહેને પોતાના ભાઈ ને આપ્યા હતા.આ સાથેજ રક્ષા બંધન વચન બંધન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેનો હેતુ આજની યુવાપેઢીને અવળે રસ્તે જતી રોકવાનો હતો.પોતાનો ભાઈ શુ કરેછે તે બહેનને ખબર હશે જેથી અવળા રસ્તે પોતાનો ભાઈ જાય તે પહેલાં જ તેને રોકી લેશે.તો સામે બહેનની પણ જવાબદારી ભાઈ પર હશે જેથી ભાઈ પોતાની બહેનની રક્ષા કરશે.

Untitled 226 2 સુરતમાં શાળાની પહેલ ભાઈ પણ બહેનને રાખડી બાંધી વચન આપશે

શાળા પરિવાર દ્વારા તિરંગા કલરની રાખડી શાળામાજ બનાવી હતી.અને બે બે રાખડી બહેનોને આપી હતી..જેમાં એક પોતાના ભાઈ માટે અને એક ભાઈની બહેન માટે આમ શાળા પરીવાર દ્વારા એક અનોખું આયોજન કરી યુવાધન ને અવળે રસ્તે રોકવા માટેનું કાર્ય આરંભ કર્યું હતું.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ