પ્રહાર/ પાટીદાર આગેવાન દિનેશ બામણીયાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું….

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ગયા બાદ રાજકિય માહોલ ગરમાઇ ગયું છે, રાજ્યમાં હાલ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં તમામ પાર્ટીઓ કામે લાગી છે

Top Stories Gujarat
2 11 પાટીદાર આગેવાન દિનેશ બામણીયાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું....

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકાઇ ગયું છે. હવે ચૂંટણી મેદાનમાં તમામ રાજકિય પાર્ટીઓ જંગ લડવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. હાલ કોંગ્રેસની રાજકિય સ્થિતિ રાજયમાં સારી નથી,આજે  સામાજિક કાર્યકર અને પાસ કન્વીનર દિનેશ દિનેશ બામણીયાએ કોંગ્રસ પર વિધાનસભા ચૂંટણી મામલે આકરા પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પાટીદાર આંદોલનના ચહેરાઓને ટિકિટ આપે છે તો કોંગ્રેસને શું પેટમાં દુ;ખે છે.

 

ઉલ્લેખનીય છે કે  ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ગયા બાદ રાજકિય માહોલ ગરમાઇ ગયું છે, રાજ્યમાં હાલ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં તમામ પાર્ટીઓ કામે લાગી છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતની ચૂંટણી યોજાવવાની છે અને 8 ડિસેમ્બરે પરિણામ આવશે.