Not Set/ હાર્દિકના સમર્થનમાં પાટીદાર મહિલાઓ પણ જોડાઇ, મહિલાઓ થાળી વેલણ લઈને નીકળી

પાટણ, પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ તેની તબિયત દિન પ્રતિદિન બગડી રહી છે. .ત્યારે હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે. પાટીદારો અને ખેડૂતો આવેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પાટીદાર ભાઈઓ […]

Top Stories Gujarat
mantavya 53 હાર્દિકના સમર્થનમાં પાટીદાર મહિલાઓ પણ જોડાઇ, મહિલાઓ થાળી વેલણ લઈને નીકળી

પાટણ,

પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ તેની તબિયત દિન પ્રતિદિન બગડી રહી છે. .ત્યારે હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે.

પાટીદારો અને ખેડૂતો આવેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. સુજાણપુર અને કુંવારા ગામે પાટીદાર યુવાનોએ મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે વાળ ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું.

mantavya 52 હાર્દિકના સમર્થનમાં પાટીદાર મહિલાઓ પણ જોડાઇ, મહિલાઓ થાળી વેલણ લઈને નીકળી

જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ એકત્રિત થઈ રામધૂન બોલાવી થાળી-વેલણ વગાડીને વિરોધ કરી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં પાટીદર યુવાનો અને મહિલાઓએ સરકાર સામે સુત્રોઉચ્ચાર કર્યા હતા.પાટીદાર મહિલાઓએ ભાજપ સરકારના છાજિયાં લીધા હતા.

મોવિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં સમસ્ત ગ્રામજનો દ્વારા વગાડ્યા થાળી વેલણ

ગોંડલના મોવિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં સમસ્ત ગ્રામજનો દ્વારા વગાડ્યા થાળી વેલણ. ખેડૂતો, પાટીદાર મહિલાઓ, પુરૂષો સહિતના ગ્રામજનો ગામના રાજમાર્ગો ઉપર ફર્યા.

mantavya 51 હાર્દિકના સમર્થનમાં પાટીદાર મહિલાઓ પણ જોડાઇ, મહિલાઓ થાળી વેલણ લઈને નીકળી

રાજમાર્ગો ઉપર નીકળેલા ગ્રામજનોએ હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ..જય સરદાર,જય પાટીદાર સહિતના નારાઓ લગાવ્યા. થાળી-વેલણ સાથે ગ્રામજનો શેરીઓમાં ઘૂમતા ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાર્દિક પટેલના સમર્થનમાં રોષ ભભૂક્યો હતો.