જમ્મુ-કાશ્મીર/ PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ આપી ધમકી જો 370 પરત કરવામાં નહીં આવે તો…

દેશને અંગ્રેજોથી આઝાદી મળતાં 200 વર્ષ લાગ્યાં. ભાજપે 70 વર્ષ બાદ કલમ 370 હટાવી છે. તેને પાછા મેળવવામાં અમને 70 મહિનાનો સમય લાગી શકે છે

Top Stories India
MEHBUBA PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ આપી ધમકી જો 370 પરત કરવામાં નહીં આવે તો...

પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો કેન્દ્ર કાશ્મીરને પોતાની સાથે રાખવા માંગે છે તો તેણે કલમ 370 પરત કરવી પડશે. જમ્મુ-કાશ્મીરે મહાત્મા ગાંધીના ભારતને પસંદ કર્યું હતું. અહીંના લોકો નાથુરામ ગોડસેના ભારત સાથે ન જઈ શકે.

મહેબૂબાએ કહ્યું કે દેશને અંગ્રેજોથી આઝાદી મળતાં 200 વર્ષ લાગ્યાં. ભાજપે 70 વર્ષ બાદ કલમ 370 હટાવી છે. તેને પાછા મેળવવામાં અમને 70 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ 370 કોઈપણ સંજોગોમાં પરત ખેચવી પડશે

મહેબૂબાએ કહ્યું કે અમે કલમ 370, અલગ બંધારણ અને અલગ ધ્વજની શરતે ભારત સાથે આવવા સંમત થયા હતા. જો આ સન્માન અને માન્યતા પરત નહીં કરવામાં આવે તો અમારે ભારત સાથે રહેવાનો નિર્ણય પાછો ખેંચવો પડશે. મહેબૂબા બુધવારે રામબનમાં એક જનસભાને સંબોધિત કરતા આ વાત કરી હતી.

મહેબૂબાએ કહ્યું કે ભાજપે સમગ્ર દેશને ધર્મના આધારે વિભાજિત કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને એનસીને તોડ્યા બાદ હવે આ લોકો કોંગ્રેસને તોડવાની કોશિશ કરી રહ્યા છે. ગુલામ નબી આઝાદ જૂથની હિલચાલનો ઉલ્લેખ કરતાં મહેબૂબાએ કહ્યું કે ભાજપ એક જૂથને કોંગ્રેસમાં અને બીજાને પોતાના ખિસ્સામાં રાખવા માંગે છે. ગુલામ નબી આઝાદ જૂથના નેતાઓએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરને હટાવવાની માંગ કરીને કોંગ્રેસ પાર્ટીના હોદ્દા પરથી સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે.