Not Set/ મગફળીએ તો ભારે કરી હો !! ખેડૂતને ક્યાંક ખંખેરાય છે-ક્યાંંક પૈસા નથી અપાતા

મગફળીનાં મામલે ખેડૂતો આમ તો પહેલાથી જ હેરાન પરેશાન હતા, અને ગમે તેવી મુશ્કેલી અંતે તો, માણસની હિંમત સામે હારી જ જાય છે તેવી વાત આપણે આદી કાળથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ મગફળીની માથાપચ્ચીથી ખેડૂત થાકી ગયા હોય તેવુ સામે આવી રહ્યું છે અને આ મગફળીનો ડખ્ખો છે કે ખતમ થવાનું નામ જ નથી લઇ […]

Gujarat Rajkot Others
magfali kedhut 1 મગફળીએ તો ભારે કરી હો !! ખેડૂતને ક્યાંક ખંખેરાય છે-ક્યાંંક પૈસા નથી અપાતા

મગફળીનાં મામલે ખેડૂતો આમ તો પહેલાથી જ હેરાન પરેશાન હતા, અને ગમે તેવી મુશ્કેલી અંતે તો, માણસની હિંમત સામે હારી જ જાય છે તેવી વાત આપણે આદી કાળથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ મગફળીની માથાપચ્ચીથી ખેડૂત થાકી ગયા હોય તેવુ સામે આવી રહ્યું છે અને આ મગફળીનો ડખ્ખો છે કે ખતમ થવાનું નામ જ નથી લઇ રહ્યો. જી હા ફરી મગફળીનું ભૂત ધુણતુ જોવામાં આવી રહ્યું છે અને બે જૂદાજૂદા કરાણે બે જૂદાજૂદા પ્રાંતનાં ખેડૂતો “તો પોકારી ગયા છે”

જી હા, રાજકોટની વાત કરવામાં આવે તો,   મગફળીના નામે ખેડૂતોને ખંખેરવાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટમાં ભેજ લાગવાનું કારણ બતાવીને સેમ્પલ ફેલ કરવામાં આવ્યું. મગફળીને પાસ કરાવવા માટે ખેડૂત પાસેથી રૂપિયા 2500 માંગવામાં આવ્યા. ભોગ બનનાર ખેડૂતનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોના આધારે તપાસ થઈ શકે છે.

અરવલ્લીની વાત કરવામાં આવે તો, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી તો ખરીદી લીધી. પરંતુ ધરતીનો તાત મગફળીના નાણાંથી હજુ પણ છે વંચિત. અરવલ્લી જિલ્લાના ખેડૂતોની વ્યથા એવી છે કે કોઇને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહી.  અરવલ્લી જિલ્લાના ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળી તો ખરીદી લીધી. પરંતુ આ ખેડૂતોને હજુ પણ તેમના નાણાંના વંચિત છે. જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૬૦ હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ. અને ખરીદીને એક માસ કરતા વધુ સમય પણ વિતી ચુક્યો છે. ચાર હજાર ખેડૂતોમાંથી માત્ર ૩૬ ખેડૂતોને મગફળીના નાણા ચૂકવવામાં આવ્યા છે. જેથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.