અકસ્માત/ પદયાત્રીકો અસલામત, ગુજરાતમાં પદયાત્રિકોને કચડી નાંખવાની 3 મોટી ઘટના,હિટ એન્ડ રનમાં ગુજરાત બીજા સ્થાને

ગુજરાતમાં ધાર્મક સ્થળો પર આસ્થા લઇને જતા પદયાત્રીઓ અકસ્માતના અવારનવાર ભાેગ બનતા હોય છે ,જેમાં અનેક શ્રદ્વાળુઓને બેફામ વાહન હંકારતા વાહન ચાલકો  કચડી નાંખે છે

Top Stories Gujarat
18 પદયાત્રીકો અસલામત, ગુજરાતમાં પદયાત્રિકોને કચડી નાંખવાની 3 મોટી ઘટના,હિટ એન્ડ રનમાં ગુજરાત બીજા સ્થાને

ગુજરાતમાં પદયાત્રીઓના અકસ્માતના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ધાર્મિક સ્થળે પોતાની આસ્થાને લઇને પદયાત્રીઓ જતા હોય છે ,આ પદયાત્રીઓની સેફટી માટે સરકાર પાસે કોઇ એકશન પ્લાન જોવા મળતો નથી,જેના લીધે  પદયાત્રીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે,વાહન ચાલકો બેફિકરાઇ અને ગફલત ભરી રીતે ગાડી હંકારીને પદયાત્રીઓને કચડી નાંખે છે. વાહન મંત્રાલયના 2017ના એહેવાલ પ્રમાણે અકસ્માત મામલે ગુજરાત બીજા સ્થાને છે.આ રિપોર્ટ 2017ની હોવા છંતા પણ સરકારે પદયાત્રીઓ મામલે કોઇ નક્કર પગલાં લીધા નથી અને અવિરત રીતે પદયાત્રીઓ અકસ્માતનો  ભોગ બની રહ્યા છે.

પદયાત્રી અકસ્માતની 3 મોટી ઘટના

ગુજરાતમાં ધાર્મક સ્થળો પર આસ્થા લઇને જતા પદયાત્રીઓ અકસ્માતના અવારનવાર ભાેગ બનતા હોય છે ,જેમાં અનેક શ્રદ્વાળુઓને બેફામ વાહન હંકારતા વાહન ચાલકો  કચડી નાંખે છે,છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં પદયાત્રીઓના મોટા અકસ્માતની ઘટના ઘટી છે. અરવલ્લીમાં આજે 6 પદયાત્રીઓના મોત નિપજ્યા છે,જ્યારે 4 દિવસ પહેલા જ શંખેશ્વરના પંચાસર નજીક હાઇવે ઉપર થી પસાર થઇ રહેલા પદયાત્રીઓને  ગાડી ચાલકે અડફેટેમાં લેતા 3 લોકોના મોત નિપજ્યા હતા,અતીત પર એક નજર નાંખીએ તો નાના મોટા અકસ્માત તો  ઘણા બધા થયા છે.જેમાં 22 ડિસેમ્બર 2020ના રોજ જામનગરમાં મોરકંડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  વાહને પદયાત્રીઓને અડફેટે લેતા ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

પદયાત્રીઓને રીફલેકશન પટ્ટી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થાનો અભાવ

રાત્રિ દરમિયાન ચાલતાં પદયાત્રીઓને રીફલેકશન પટ્ટી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચન કર્યું હતું. આ પટ્ટી તેઓ પોતાના કપડા, લાકડી કે અન્ય ચીજ વસ્તુઓ કે જે સરળતાથી વાહન ચાલકની નજરે પડે ત્યાં લાગે તેનો આગ્રહ પણ રાખવા જણાવ્યું હતું. પદયાત્રીઓને સતત માર્ગ પર ડાભી બાજુ ચાલે તે માટે જરૂરી સૂચના આપતાં વાહનો કે બેનર લગાવવા પણ જણાવ્યું હતું,હજીપણ આ મામલે પુરી વ્યવસ્થા કરવામાં આવી નથી જેના લીધે અકસ્માત વધી રહ્યા છે.

અકસ્માતમાં ગુજરાત બીજા સ્થાને

રસ્તા અને વાહનવ્યવહાર મંત્રાલયે  અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કુલ 11690 હિટ એન્ડ રનની ઘટના નોંધાયેલી છે ત્યાર બાદ બીજા ક્રમે ગુજરાત રાજય આવે છે. જયારે જીવલેણ હિટ એન્ડ રનના 7337 કેસમાંથી 2742 કેસ ગુજરાતમાં થયેલા છે. આમ હિટ એન્ડ રન અને જીવલેણ અકસ્માત મામલે પણ ગુજરાતનો ક્રમે ઉત્તર પ્રદેશ (3269) બાદ બીજા ક્રમે રહ્યો છે. જુદા જુદા શહેરમાં આવેલા રાજયના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની આસપાસ આવેલી વસાહતમાં 18 જીવલેણ અકસ્માત થયેલા છે.

શહેરના રોડ સેફટી નિષ્ણાંતે કહ્યું હતું કે, વર્ષ 2016માં 697 પદયાત્રીઓનાં મૃત્યું નોંધાયા હતા. જયારે આ વર્ષે ગુજરાતમાં અકસ્માતથી 985 પદયાત્રીઓને નાની-મોટી ઈજા પહોંચી છે. દેશમાં સૌથી વધુ ટુ વ્હિલર્સ ગુજરાતમાં છે. તેથી ફોર વ્હિલ કરતા ટુ-વ્હિલથી થતા અકસ્મતામાં મૃત્યુંઆક વધુ રહેવાનો. ઓવર સ્પીડને કારણે અકસ્માતથી મૃત્યુ પામનારા લોકની સંખ્યા 5948 છે, જયારે રોંગ સાઈડમાં વાહન હંકારીને અકસ્માતે મોતની સંખ્યા 377 છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગથી 37 લાઈટિંગને કારણે 21 અને નશાની હાલતમાં ડ્રાઈવ કરતા 18 લોકોનાં મોત થયા છે.

અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનમાં આટલા મોત

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં હિટ એન્ડ રન (Hit and Run in Ahmedabad)ના કારણે કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તેની માહિતી આપવામાં આવી છે. 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 204 હિટ એન્ડ રન થયા અને તેમાં 110 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે અમદાવાદ શહેરની હદ બહાર એટલે કે જિલ્લા (Hit and Run in Ahmedabad District)માં 106 હિટ એન્ડ રનમાં 99 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ હિટ એન્ડ રનના 310 કિસ્સા સામે આવ્યા છે