Viral Video/ રેમ્પ વોક કરી રહેલી મોડલ સામે આવ્યો બાળક, માતા તેને પકડવા દોડી અને થયું આવું…

19 સેકન્ડનો આ વીડિયો 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો તમે પણ આ વીડિયો જોશો તો તમારું હાસ્ય રોકી નહી શકો. બાળકના એક એક કૃત્યથી માતાને પરેશાન કરી દીધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

Videos
રેમ્પ વોક

તમે બાળકોના ઘણા ફની વીડિયો જોયા હશે. માસૂમ હરકતો અને ક્યારેક તેમના તોફાન દરેકના દિલ જીતી લે છે. ઉંમર સાથે આપણે નવી વસ્તુઓ શીખીએ છીએ. ક્યારેક તેમની ક્યૂટનેસ લોકોના ડીલ જીતી લે છે, તો કેટલીક ફની વાતો જોઈને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. બાળકોની દુનિયા કેટલી સુંદર છે. તેની પણ પોતાની મજા છે. તે આપણા બાળપણની તમામ બાબતોને પણ બહાર લાવે છે. બાળકોને કંઈ દેખાતું નથી, વાતાવરણ કેવું છે, પરિસ્થિતિ શું છે, તેઓ જે કરવું હોય તે કરશે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. 19 સેકન્ડનો આ વીડિયો 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો તમે પણ આ વીડિયો જોશો તો તમારું હસવાનું રોકી નહી શકો.

વાસ્તવમાં આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટલીક મોડલ્સ રેમ્પ વોક કરી રહી છે. વોક કરતી  મોડલની સામે એક બાળક દોડતું આવે છે અને ઊભું રહી જાય છે. પાછળથી તેની માતા તેને પકડવા દોડે છે. બાળકને માતા આવવાની ખબર પડતાં જ તે ઝડપથી દોડવા લાગે છે. રેમ્પ પર મોડેલ વચ્ચેથી પસાર થાય છે. માતા બાળકની પાછળ જાય છે અને તેને પકડી લે છે, પરંતુ તે પોતે પડી જાય છે, આ સમગ્ર વાતાવરણ ખૂબ રમુજી બની જાય છે. આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે કેટલા બાળકો શેતાન છે.

 જુઓ વીડિયો

19 સેકન્ડમાં આ આખો ખેલ ખતમ થઈ ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે માતાએ બાળકને પકડીને બહુ સારી રીતે પાઠ ભણાવ્યો હશે.

આ પણ વાંચો:PM મોદીએ સૌથી મોટુ જહાજ INS વિક્રાંત નૌસેનાને સોપ્યું

આ પણ વાંચો:આજે વિશ્વ નાળિયેર દિવસ,જાણો તેના વિશે તમામ માહિતી…

આ પણ વાંચો:નાસાનું આર્ટેમિસ-1 મિશન કેમ મોકૂફ રાખવામાં આવ્યું? 2050 સુધી શું છે સંપૂર્ણ પ્લાન?