Not Set/ કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે..જયરાજસિંહ તેનું ઉદાહરણ છે અમે તેમને ભાજપમાં આવકારીએ છીએઃહિતુ કનોડિયા

કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ જો ભાજપમાં આવે તો અમે તેમને આવકારીશું, તેઓનાં હૃદયનો વલોપાત સૌ કોઇ જાણે છે. એટલુ જ નહીં હિતુ કનોડિયાએ તો એમ પણ કહી દીધુ કે કોંગ્રેસથી માત્ર જયરાજસિંહ જ નહી પરંતુ બધા લોકો કંટાળી ચુક્યાં છે

Top Stories Gujarat
1 23 કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે..જયરાજસિંહ તેનું ઉદાહરણ છે અમે તેમને ભાજપમાં આવકારીએ છીએઃહિતુ કનોડિયા

જયારથી જયરાજસિંહે કોગ્રેંસ સાથે છેડે ફાડ્યો છે ત્યારથી નક્કી થઇ ગયુ છે કે તેઓ ભાજમાં જોડાશે. જેના માટે ભાજપના નેતાઓ તેમને આવકારી પણ રહ્યા છે. અને તેમનો પ્રોત્સાહીત કરવા માટે વેલકમ કરી રહ્યા છે. તો સાથે સાથે ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કટાક્ષ કરવાનું પણ કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ ઇડરના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતુ કનોડિયાએ જયરાજસિંહને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ જો ભાજપમાં આવે તો અમે તેમને આવકારીશું. તેઓનાં હૃદયનો વલોપાત સૌ કોઇ જાણે છે. એટલુ જ નહીં હિતુ કનોડિયાએ તો એમ પણ કહી દીધુ કે કોંગ્રેસથી માત્ર જયરાજસિંહ જ નહી પરંતુ બધા લોકો કંટાળી ચુક્યાં છે.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ નિષ્ક્રિયતાથી કંટાળી ચુક્યા છે. તેઓ જુથવાદથી કંટાળી ચુક્યાં છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ નહી આપવાના કારણે જયરાજસિંહ નારાજ થયા છે. તેઓએ રાજીનામું આપી દીધું છે. જો કે ભાજપમાં જોડાય તો અમે તેમની સાથે તમામ પ્રકારે ન્યાય કરીશું.

ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ વધારેમાં કહ્યું કે, જયરાજસિંહ કોંગ્રેસ પાર્ટીથી કંટાળી ચુક્યાં છે. અમારી પાસે આવે તેમનું સ્વાગત છે. ઉત્તરગુજરાતના લોકો કોંગ્રેસ અને તેના કકળાટથી કંટાળી ચુક્યાં છે. ભાજપ તરફ આવવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અમે તમામ વિકાસ હિતેચ્છુ લોકોને આવકારીએ છીએ. વિકાસના કામમાં જોડાવા ઇચ્છતા લોકોને ભાજપ હંમેશા આવકારે છે. હિતુ કનોડિયાની  વાતોથી લાગી રહ્યું છે કે જયરાજસિંહે કોંગ્રેસને ટાટા બાય..બાય કહેતા જ રાજકારણ ગરમાયું છે.