#TokyoOlympic2021/ તીરંદાજી તરૂણદીપની યાત્રાનો આવ્યો અંત, ઇઝરાઇલનાં ઇટે શૈનીએ આપી માત

તરુણદીપની તીરંદાજીની યાત્રા હવે પૂર્ણ થઈ ગઈ છે. તે 32 મેચનાં રાઉન્ડમાં હાર્યા છે. તેમની મેચ ઇઝરાઇલનાં ઇટે શૈની સાથે હતી. તરુણદીપે પહેલા સેટમાં માત્ર 24 પોઇન્ટ બનાવ્યા હતા

Top Stories Sports
તીરંદાજી

તરુણદીપની તીરંદાજીની યાત્રા હવે પૂર્ણ થઈ ગઈ છે. તે 32 મેચનાં રાઉન્ડમાં હાર્યા છે. તેમની મેચ ઇઝરાઇલનાં ઇટે શૈની સાથે હતી. તરુણદીપે પહેલા સેટમાં માત્ર 24 પોઇન્ટ બનાવ્યા હતા, શૈનીએ 28 પોઇન્ટ સાથે રાઉન્ડ જીત્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભારતે બેડમિંટન અને તીરંદાજીમાં મેળવી જીત, મહિલા હોકીમાં દેશને મળી નિરાશા

બીજા સેટમાં, તરુણદીપ રોયે 10-8-9 ની સાથે 27 પોઇન્ટ બનાવ્યા, જ્યારે શૈની 26 પોઇન્ટ મેળવી શક્યા હતા અને સ્કોર 2-2થી બરાબર રહ્યો હતો. ત્રીજો સેટ 27-27 પર રહ્યો હતો અને સ્કોર 3-3થી ટાઈ રહ્યો હતો. આ પછી, તરુણદીપે ચોથા સેટમાં 28 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે શૈની માત્ર 27 પોઇન્ટ જ મેળવી શક્યા. આ સેટ તરુણદીપનાં નામે હતો પરંતુ આગળનો રાઉન્ડ શૈનીનાં નામે રહ્યો હતો. તરુણદીપે શૂટઓફમાં 9 તો ઇઝરાઇલનાં શૈનીએ 10 સ્કોર બનાવ્યો હતો, જેમાં પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ ઓફ 32 ની આ મેચ જીતી હતી.

ભારતનાં હવે કેટલા મુકાબલા છે?

તીરંદાજી – બપોરે 12:30 વાગ્યે પ્રવીણ જાધવ, મેન્સ ફાઇનલ 32 વર્ગ
તીરંદાજી – બપોરે 2: 14 વાગ્યે દીપિકા કુમારી, મહિલા ફાઇનલ 32 વર્ગ
બોક્સિંગ – બપોરે 2: 33 વાગ્યે પૂજા રાણી, મહિલા 75 કિલો કેટેગરી, અંતિમ 16 કેટેગરી
બેડમિંટન – 2:30 વાગ્યે બી સાઈ પ્રણીત, મેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ

આ પણ વાંચો – બેઠક / ભાજપ આગામી બે દિવસ દિલ્હીમાં મિશન યુપી 2022ની વ્યુહરચના બનાવશે, યોગી આદિત્યનાથ સાથે તમામ સાસંદો ઉપસ્થિત રહેશે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બેડમિંટનમાં તમામ આશા પીવી સિંધુ પર હતી. જેમા પીવી સિંધુ સફળ રહી છે. ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં હોંગકોંગની નગયાન યી ચિંયુંગને 21-9, 21-16થી હરાવી છે.

રોઇંગમાં ભારતને મળી નિરાશા

ભારતને રોઇંગમાં મેડલ જીતવાની તક મળી હતી પરંતુ તેમા હવે નિરાશ હાથે લાગી છે. અર્જુન લાલ અને અરવિંદ પુરુષોની ડબલ સ્કલની સેમિફાઇનલ એ/બી 2 માં હારી ગયા. તેઓ અંતિન સ્થાન પર આવ્યા હતા. 6 જોડી આમાં ભાગ લઈ રહી હતી, જેમાંથી ટોચની 3 જોડી ફાઇનલમાં પહોંચી છે.

11 563 તીરંદાજી તરૂણદીપની યાત્રાનો આવ્યો અંત, ઇઝરાઇલનાં ઇટે શૈનીએ આપી માત

આ પણ વાંચો – IND vs SL / ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ

મહિલા હોકી ટીમે પણ કર્યા નિરાશ

ભારતીય મહિલા હોકીને વધુ એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. ગ્રેટ બ્રિટને તેને 4-1થી હરાવ્યું છે. બ્રિટિશ ટીમે સમગ્ર મેચમાં ભારતીય ટીમ પર પોતાનુ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતીય ટીમને સ્કોર કરવાની ઘણી તક મળી હતી, પણ તેઓ નિષ્ફળ ગયા. પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરવામાં ભારતીય ટીમ અસમર્થ રહી. બીજી તરફ, બેડમિંટનમાં પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં હોંગકોંગની નગયાન યી ચિંયુંગને 21-9, 21-16 થી હરાવી છે. સિંધુ પ્રથમ ગેમમાં 7-3થી આગળ છે. આપને જણાવી દઈએ કે આજે ટોક્યો ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ છે.