અમદાવાદ/ કાલુપુર અને રિલીફ રોડ પર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, લોકોએ કહ્યું -પ્રશાસને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ

વિવિધ વેપારી સંકુલોથી ધમધમતા શહેરના કાલુપુર અને રિલીફ રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે. સાંકડા રસ્તા અને પાર્કિંગની સુવિધા ન હોવાથી આ વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થાય છે.. બીજીતરફ વૈકલ્પિક પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે

Ahmedabad Gujarat
રિલીફ રોડ

અમદાવાદ શહેરમાં કાલુપુર અને રિલીફ રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે. ત્યારે રિલીફ રોડ પર રોડની બન્ને તરફ વાહન પાર્ક કરવા માટે અલગ અલગ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ માટે ઠેકઠેકાણે પાર્કિંગના બોર્ડ મુકવામાં આવ્યા છે જેમાં કયા દિવસોએ કઈ દિશામાં વાહન પાર્ક કરવા તેની સુચના લખેલી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બોર્ડ નાના હોવાથી જલ્દી કોઈના ધ્યાનમાં આવતા નથી.જેથી લોકો જ્યા ત્યા વાહનો મૂકિને ચાલ્યા જાય છે. આ નાના રસ્તાઓ પર રિક્ષાઓના કારણ પણ વધુ સમસ્યા સર્જાઇ છે.ત્યારે લોકોએ  પ્રશાસને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

શહેરના જુના અમદાવાદથી જાણીતા કાલુપુર અને રિલીફ રોડ પર પીક અવર્સ સિવાય પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. રિલીફ રોડ પર નાની મોટી દુકાનોને કારણે આખો દિવસ લોકોની અવરજવરને કરણે ઘંમઘમતો હોય છે. રોડ સાંકડા હોવાથી સ્વાભાવિક રીતે જ અહીં ચક્કાજામ સર્જાય છે. બીજી તરફ રિલીફ રોડ પર રોડની બન્ને તરફ વાહન પાર્ક કરવા માટે અલગ અલગ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ માટે ઠેકઠેકાણે પાર્કિંગના બોર્ડ મુકવામાં આવ્યા છે જેમાં કયા દિવસોએ કઈ દિશામાં વાહન પાર્ક કરવા તેની સુચના લખેલી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બોર્ડ નાના હોવાથી જલ્દી કોઈના ધ્યાનમાં આવતા નથી ઉપરાંત કેટલાક લોકો જોણતા હોવા છતા થોડીવારનું કામ હોવાથી વાહન પાર્ક કરીને જતા હોય છે.

રિલીફ રોડ પર રિક્ષાઓને કારણે પણ ટ્રાફિક જામ થાય છે. રિક્ષાચાલકો પેસેન્જર લેવા માટે રસ્તા પર જ વાહન ઉભુ રાખી દેતા હોય છે. જેને કારણે પાછળ વાહનોની લાઈન લાગી જાય છે. વાહચાલકો તેને હટાવવા સતત હોર્ન મારતા રહેતા હોવાથી ધ્વની પ્રદુષણ પણ થાય છે. કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે જ રિક્ષા ચાલકો રિક્ષા પાર્ક કરીને પેસેન્જરોની રાહ જોતા ઉભા હોય છે. જેને કારણે રિલીફ રોડ તરફ અને કાલુપુર ફ્રુટ માર્કેટ તરફ જવાના રસ્તે ટ્રાફિક જામ થાય છે. આ અંગે રિક્ષાચાલકોનું કહેવું છે કે તેમના માટે પાર્કિગંની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને કારણે તેમને રસ્તાની બાજુમા રિક્ષાઓ પાર્ક કરવી પડે છે અને અવારનવાર દંડ ભરવો પડે છે. માટે પ્રશાસને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાંચો:ચીનમાં 10 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત, 10 લાખ લોકોના મોત, ભારતીય ડોક્ટરે કર્યો દાવો

આ પણ વાંચો: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આ ટીવી અભિનેત્રી કર્યો આ દાવો,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો:ભારતે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવીને ટેસ્ટ સીરિઝ પણ જીતી