સુરત/ શહેરમાં લોકો કરે છે મુશ્કેલીઓનો સામનો,ખુલ્લી ખાડીની સમસ્યાથી લોકો પરેશાન

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ખાડીની સમસ્યાને લઈને લોકો દ્વારા અવાર નવાર મનપામાં રજૂઆત કરવામાં આવી હતી અને એટલા માટે મનપા દ્વારા આ ખાડીને પેક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

Gujarat Surat
ખુલ્લી ખાડીની

એક તરફ સુરત સ્વચ્છ અને સ્માર્ટ સિટી બનવા તરફ આગળ જઈ રહ્યું છે પરંતુ બીજી તરફ ખાડીના કારણે સુરતના કેટલાક વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ખાડીની સમસ્યાને લઈને લોકો દ્વારા અવાર નવાર મનપામાં રજૂઆત કરવામાં આવી હતી અને એટલા માટે મનપા દ્વારા આ ખાડીને પેક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના સીમાડા વિસ્તારમાં ખાડીને પેક કરવાની કામગીરી બોગસ સાબિત થઇ. 5 વર્ષના સમયમાં 8.5 કિલોમીટરમાંથી માત્ર 2 કિલોમીટરની ખડીને પેક કરવાનું કામ થયું. સુરત મહાનગરપાલિકામાં 2017માં 196 કરોડો રૂપિયાના ખર્ચે ખાડીને પેક કરવાનું કામ મંજૂર થયું હતું.

મહત્વની વાત છે કે આ કામને 48 મહિનામાં કામ પૂરું કરવાનું હતું પરંતુ 60 મહિના થયા બાદ પણ કામ અડધે સુધી પણ ન પહોંચ્યુ. સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામ મંજૂર કરવામાં આવ્યું હતું , તેમાં સુરતના સીમાડા, સરથાણા, પૂણા, કરંજ, કડોદરા રોડથી ઉધના અને જીવન જ્યોતની 8.5 કિમીની ખાડીને RCCથી પેક કરવાની હતી. ખાડીને પેક કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના કારણે પાલિકાને દર વર્ષે 1થી 2 કરોડ રૂપિયા ડ્રેજિંગ માટે વધારવા પડી રહ્યા છે. સ્થાનિક લોકોની માગણી છે કે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે.

આ પણ વાંચો:અદાર પૂનાવાલાની એલોન મસ્કને અપીલ – જો તમારે ટ્વિટર…