સુરેન્દ્રનગર/ સંગીતનાં સુરોનાં સથવારે કોરોના સામે જંગ લડતા દર્દીઓને સાંત્વના આપવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ દરમ્યાન કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓ થોડો સમય કોરોના ભુલી જાય અને તેમનો જુસ્સો વધે તે માટે ગાયક કલાકારે પ્રયાસ હાથ ધર્યો હતો.

Gujarat Others
2 181 સંગીતનાં સુરોનાં સથવારે કોરોના સામે જંગ લડતા દર્દીઓને સાંત્વના આપવાનો પ્રયાસ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ દરમ્યાન કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓ થોડો સમય કોરોના ભુલી જાય અને તેમનો જુસ્સો વધે તે માટે ગાયક કલાકારે પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં કોવિડ સેન્ટરમાં જઇ દર્દીઓ સમક્ષ તેમને મનગમતા ગીતો ગાઇ તેમના ચહેરાપર ખુશી લાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

2 182 સંગીતનાં સુરોનાં સથવારે કોરોના સામે જંગ લડતા દર્દીઓને સાંત્વના આપવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે, પરંતુ બીજી લહેરમાં અનેક દર્દીઓ સંક્રમીત થતા કોવિડ સેન્ટરોમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં કોરોના દર્દીઓને સારવાર દરમિયાન શારીરિક જેટલી જ માનસીક અસર પણ થતી હતી. ત્યારે આ દર્દીઓના ચહેરાઓ પર ખુશી લાવવા અને કોરોના સામે લડવા આત્મવિશ્વાશ જુસ્સો ભરવા મુળ સુરેન્દ્રનગરના અને હાલ મુંબઇ રહેતા ગાયક કલાકારે પ્રયાસ હાથ ધર્યો હતો.

રાજકારણ / UP માં જીત મેળવવા માટે PM મોદીનું નામ જ પૂરતું છેઃ એ કે શર્મા

આ અંગે કલાકાર હાર્દીક ભાઇ પરમારે જણાવ્યુ કે, કિશોરસિંહ ઝાલા અને એડવોકેટ પ્રવિણસિંહ ઝાલાની મદદથી આ કાર્ય કર્યુ હતુ. જેમાં શહેરના ગાંધી હોસ્પીટલ, એસ.પી સ્કુલ પાટીદાર કોવિડ સેન્ટર, વિનયવાટીકા દેરાસર કોવિડ સેન્ટર સહિતમાં રૂબરૂ જઇ માઇક્રો ફોન, સ્પીકર સહિત, વસ્તુ , માસ્ક, ગ્લોવ્ઝ સહિત સોશિયલ ડિસ્ટન્સ રાખી હું દર્દીઓ સમક્ષ લાઇવ પર્ફોર્મન્સ આપતો હતો. જેમાં દર્દીઓની ફરમાઇસ મુંજબ ગીતો પણ ગાયા હતા.જેમાં એક કિસ્સો એવો બન્યો કે ગાંધી હોસ્પીટલમાં પર્ફોર્મન્સ દરમિયાન એક દર્દીએ ‘રોતે હુએ આતે હૈ સબ હસતા હુઆ હો જાયેગા’ ગીતની ફરમાઇસ કરી હતી. જે ગાયા બાદ મને ડોક્ટરે કીધુ હતુ કે આ દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતુ હતુ તમારૂ ગીત સાંભળ્યા પછી તેમાં સુધારો આવ્યો હતો. આથી કોરોનાથી હતાસ દર્દીઓના ચહેરા પર ખુશી છવાઇ જતા ભગવાનના દર્શન કર્યા જેટલા આનંદની અનુભુતી કરી હતી.

2 183 સંગીતનાં સુરોનાં સથવારે કોરોના સામે જંગ લડતા દર્દીઓને સાંત્વના આપવાનો પ્રયાસ

મુંબઇથી સુરેન્દ્રનગર સ્કુટરમાં આવવા દરમ્યાન લોકોની તકલીફ જોતા સેવાનો વિચાર કર્યો

કોરોના પ્રથમ લોકડાઉનમાં વાહન ન મળતા તા. 5 જુલાઇ મુંબઇથી સ્કુલટર લઇ 650 કિ.મીની સફર કરી સુરેન્દ્રરનગર આવ્યો હતો. તે દરમિયાન મજુર લોકોને ચાલીને વતન જતા જોયા, એબ્યુલન્સમાં કોરોના દર્દી અને તેમના સગાવ્હાલાઓને દોડધામ કરતા જોયા હતા.આમ તેમની તકલીફ જોઇ એક કલાકાર તરીકે લોકોને ખુશી મળે માટે કાંઇક કરવા વિચાર્યુ હતુ. આથી સુરેન્દ્રનગરના કોરોના સેન્ટરમાં જઇ દર્દીઓને દુ:ખો વચ્ચે થોડી ખુશીની ક્ષણો આપવા પ્રયાસ કર્યો હતો

આશ્ચર્યચકિત ઘટના / સૌરાષ્ટ્રના આકાશમાં UFO જેવી વસ્તુ દેખાઈ, સોરઠ-ઉપલેટામાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા,ભારે કુતૂહલ

કોરોના કાળમાં સંક્રમિત થનાર દર્દીને સાજા થવા જેટલી શારીરિક મજબુતી જરૂરી છે. તેટલી જ માનસીક મજબુતી પણ જરૂરી છે. મનોવિજ્ઞાન પ્રમાણે સંગીત એ માણસને સુખદ અનુભુતી આપતુ હોવાથી પ્રેરણા દાયક ગીતો કે મ્યુઝીક સાંભળવાથી મનને શાંતી મળે છે. જ્યારે મ્યુઝિક ટ્રીટમેન્ટથી દર્દીઓનું ધ્યાન બીમારીથી હટી થોડો સમય ગીતસંગીત પર કોન્સન્ટ્રેટ થતા એકલતા દુરથય બિમારી સામે લડવાની શક્તિ મળે છે.

majboor str 19 સંગીતનાં સુરોનાં સથવારે કોરોના સામે જંગ લડતા દર્દીઓને સાંત્વના આપવાનો પ્રયાસ