survey/ ઓછા બાળકો ઈચ્છે છે તમામ ધર્મના લોકો, મુસ્લિમ જન્મ દર ઝડપથી ઘટ્યોઃ NFHS સર્વે

ભારતમાં હવે તમામ ધર્મની મહિલાઓ પહેલા કરતા ઓછા બાળકોને જન્મ આપી રહી છે. દેશમાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. પ્રજનન દર એ સ્ત્રીના જીવનમાં જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યાને દર્શાવે છે

Top Stories India
8 9 ઓછા બાળકો ઈચ્છે છે તમામ ધર્મના લોકો, મુસ્લિમ જન્મ દર ઝડપથી ઘટ્યોઃ NFHS સર્વે

ભારતમાં હવે તમામ ધર્મની મહિલાઓ પહેલા કરતા ઓછા બાળકોને જન્મ આપી રહી છે. દેશમાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. પ્રજનન દર એ સ્ત્રીના જીવનમાં જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યાને દર્શાવે છે. 2015-16માં હાથ ધરવામાં આવેલા ચોથા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ અને 2019-20માં ચોથા NFHS સર્વે વચ્ચે પ્રજનન દરમાં નોંધપાત્ર તફાવત છે. સરકાર દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે.

મુસ્લિમોમાં પ્રજનન દર સૌથી ઝડપથી ઘટ્યો

ડેટા પરથી એ તારણ નક્કી થાય છે કે જે સમુદાય પહેલા વધુ બાળકોને જન્મ આપતો હતો તેમના પ્રજનન દરમાં ઝડપથી ઘટાડો થયો છે. મુસ્લિમ સમુદાયમાં સૌથી વધુ 9.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે  2.62 થી ઘટીને 2.36 પર આવી ગયો છે.નોંધનીય છે કે હજુ પણ અન્ય સમુદાયોની તુલનામાં મુસ્લિમોમાં પ્રજનન દર વધુ છે.

NHFS સર્વે પાંચ વખત કરવામાં આવ્યો છે

આ સર્વે પ્રથમ વખત 1992-93માં કરવામાં આવ્યો હતો. ત્યારથી કુલ પ્રજનન દરમાં 40 ટકાનો ઘટાડો થયો છે. તે સમયે પ્રજનન દર 3.40 હતો જે હવે ઘટીને 2.0 થયો છે. આ દર રિપ્લેસમેન્ટ લેવલ કરતા ઓછો છે. રિપ્લેસમેન્ટ લેવલ એ સરેરાશ છે કે જેના પર વસ્તી સ્થિર થાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા દર્શાવે છે કે મુસ્લિમો સિવાયના મોટા ધાર્મિક સમુદાયોમાં કુલ પ્રજનન દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી ગયો છે. બીજી બાજુ, મુસ્લિમોમાં પ્રજનન દર ઓછો હોવા છતાં, તે રિપ્લેસમેન્ટ સ્તરથી ઉપર છે. NFHS દ્વારા અત્યાર સુધીમાં પાંચ વખત સર્વે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષોમાં મુસ્લિમોનો TRF 46.5 ટકા અને હિંદુઓનો 41.2 ટકા ઘટ્યો છે.

માતાના શિક્ષણ સાથે સંબંધિત

પ્રજનનક્ષમતા ડેટા પણ દર્શાવે છે કે બાળકોની સંખ્યા માતાના શિક્ષણ સાથે સીધી રીતે સંબંધિત છે. મુસ્લિમોમાં, 15 થી 49 વર્ષની વયની 31.49 ટકા મહિલાઓ અભણ છે અને માત્ર 44 ટકાએ જ શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. જયારે આ આંકડો હિંદુઓમાં 27.6 ટકા અને 53 ટકા છે.

પ્રજનન દર દરેક રાજ્ય પ્રમાણે બદલાય છે

ઉલ્લેખનીય છે કે સમાન સમુદાયમાં, કેટલીકવાર કુલ પ્રજનન દર દરેક રાજ્ય પ્રમાણે બદલાય છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો હિન્દુઓનો કુલ પ્રજનન દર 2.29 ટકા છે. જયારે તમિલનાડુમાં સમાન ધર્મ જૂથનો TRF 1.75 છે. એ જ રીતે, યુપીમાં મુસ્લિમોનો TRF 2.6 છે, જ્યારે તમિલનાડુમાં તે 1.93 છે, જે રિપ્લેસમેન્ટ રેટ કરતાં ઓછો છે.