Crime/ પેટલાદ: આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો

કોર્ટના આદેશ મજબ આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ પોલીસની કામગીરીમાં રુકાવટ ઉભી કરીને પોલીસની સાથે ઘર્ષણ કરતા નાછૂટકે પોલીસે પોતાનો સ્વબચાવ કરીને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ મારામારી અને પોલીસની કામગીરીમાં રુકાવટ બદલનો ગુનો દાખલ થયો છે. વિગત વાર વાત કરીએ તો […]

Gujarat
Attack on a police officer પેટલાદ: આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો

કોર્ટના આદેશ મજબ આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ પોલીસની કામગીરીમાં રુકાવટ ઉભી કરીને પોલીસની સાથે ઘર્ષણ કરતા નાછૂટકે પોલીસે પોતાનો સ્વબચાવ કરીને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ મારામારી અને પોલીસની કામગીરીમાં રુકાવટ બદલનો ગુનો દાખલ થયો છે.

વિગત વાર વાત કરીએ તો પેટલાદનો કુખ્યાત આકીબ ખાનની સામે અગાઉ દાખલ થયેલા ગુનામાં કોર્ટે તેની સામે ધરપકડ વૉરન્ટ કાઢ્યો હતો. કોર્ટના વૉરન્ટની બજવણી કરવા માટે જયારે પોલીસ આકીબને પકડવા માટે પેટલાદમાં ફરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આકીબ ખાન તેના મિત્ર ફેઝાન ખાન તેમજ અન્ય એક ઈસમ સાથે ભાગોળમાં ઉભો છે. પોલીસે બાતમીની જગ્યાએ જઈને આકીબને પકડવાની કોશિશ કરતા ત્રણેય ઈસમો પોલીસ ઉપર ગુસ્સે ભરાયા હતા અને સાથે ધમકી પણ આપી હતી કે તાકાત હોય તો આકીબને પકડીને બતાવો…ત્રણેય આરોપીઓ ખુબજ ગુસ્સામાં આવી ગયા હતા અને તેમણે પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. પોલીસે પોતાનો બચાવ કરીને ઘટનાસ્થળેથી ખસી જવાનો નિર્ણય લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે ત્રણ્ય ઈસમોની સામે મારામારી અને પોલીસની કામગીરીમાં રુકાવટ બદલનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો