ભાવવધારો/ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારો થતાં પેટ્રોલ ડીઝલ 3 રૂપિયા મોઘું થઇ શકે છે

ક્રૂડ ઓઇલનો બેન્ચમાર્કમાં સોમવારે 75 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો છે જો ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ થશે તો પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો નોધાશે

Top Stories India
petrol આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારો થતાં પેટ્રોલ ડીઝલ 3 રૂપિયા મોઘું થઇ શકે છે

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે સામાન્ય લોકો અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે સામાન્ય લોકોને વધુ એક આંચકો મળી શકે છે. બ્રેન્ટ ક્રૂડ, ક્રૂડ ઓઇલનો બેન્ચમાર્કમાં સોમવારે 75 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો છે. આ ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે કારણ કે જો ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ થશે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થઇ શકે છે.

આ સપ્તાહે ક્રૂડ ઓઇલ 75.34 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે એક મહિના પહેલા તે $ 69.03 હતો. આ રીતે તેમાં 9.1 ટકાનો વધારો થયો છે. હકીકતમાં, કોરોનાના નવા કેસોમાં ઘટાડો અને રસીકરણની વધતી ગતિને કારણે અર્થતંત્ર વેગવંતુ બન્યું છે. આવી સ્થિતિમાં તેલની માંગ પણ ઝડપથી વધી રહી છે, જેના કારણે ક્રૂડ તેલના ભાવ આસમાને છે.

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા સપ્તાહે પેટ્રોલની કિંમત 13 થી 15 પૈસા ઘટી હતી, જ્યારે ડીઝલની કિંમત 14-15 પૈસા ઘટી હતી. પરંતુ અત્યારે પણ મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા અને ડીઝલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.62 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 91.71 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે.