ભાવવધારો/ દેશમાં 137 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારો

પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી રોજેરોજ ભાવ વધારાની પણ શક્યતા છે.

Top Stories India
12 19 દેશમાં 137 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારો

યુક્રેન અને રશિયાના યુદ્વના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો થતાં દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો જ હતો જે અતર્ગત આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ વધારો ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક તેલની કિંમતોમાં વધારો થવાને કારણે થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી રોજેરોજ ભાવ વધારાની પણ શક્યતા છે.

 

 

137 દિવસ પછી ભાવ વધારો
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 137 દિવસ બાદ વધારો થયો છે અને તે પહેલા 4 નવેમ્બરે દેશમાં ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. નવા ભાવો આજે સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયાે છે

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ
રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 96.21 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે અને દિલ્હીમાં આજે ડીઝલ 87.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ઘટીને 110.82 રૂપિયા અને ડીઝલનો ભાવ ઘટીને 95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત ઘટીને 105.51 રૂપિયા અને ડીઝલની કિંમત 90.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.16 રૂપિયા અને ડીઝલની કિંમત 92.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.