Politics/ ચૂંટણીને ધ્યાનમાં રાખી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કરાયો ઘટાડો : રાહુલ ગાંધી

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો થયો છે.

Top Stories India
Untitled 135 ચૂંટણીને ધ્યાનમાં રાખી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કરાયો ઘટાડો : રાહુલ ગાંધી

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે હંમેશા મોદી સરકાર પર હુમલો કરનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સરકારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 17-18 પૈસાનો ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી કહે છે કે, આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે.

Mann ki Baat / મિતાલી રાજને 10 હજાર રન પૂરા કરવા બદલ PM મોદીએ અભિનંદન પાઠવ્યા

રવિવારે રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, ‘ચૂંટણીને કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ 17/18 પૈસા પ્રતિ લીટર સસ્તુ કર્યું છે. બચતની આ રકમ સાથે તમે શું કરશો? #FuelLutByBJP.’ જણવી દઇએ કે, આ પહેલા રાહુલ ગાંધી ફુગાવા અને વધતા ભાવને કારણે કેન્દ્ર સરકાર પર સતત હુમલો કર્યો હતો. અગાઉ, તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર બન્ને હાથોથી કરી રહી છે લૂટ… ગેસ-ડીઝલ-પેટ્રોલ પર ભારે ટેક્સની વસૂલાત.” જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઈ વચ્ચે, 24 માર્ચથી સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલને લઇને રાહત મળી છે. સતત 24 દિવસ બાદ ઘરેલું તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફેરફાર કર્યો છે. આ પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત 24 દિવસ સ્થિર રહી હતી. ગયા મહિને 27 ફેબ્રુઆરીએ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કર્યો હતો. જુદા જુદા શહેરોમાં પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 18 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

IND vs ENG / ઈંગ્લેેન્ડે એકવાર ફરી જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

આપને જણાવી દઈએ કે, રવિવારે દેશનાં ચારેય મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.78 રૂપિયા અને ડીઝલની કિંમત 81.10 રૂપિયા પ્રતિ લિટર છે. ચારેય મેટ્રો શહેરોમાં મુંબઈમાં હજી પણ પેટ્રોલ-ડીઝલનાં સૌથી વધુ ભાવ છે. પેટ્રોલ મુંબઇમાં પ્રતિ લિટર 97.19 રૂપિયા અને ડીઝલ 88.20 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ