ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી વધારો નોંધાયો

દેશમાં તેલનાં ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 17 થી 27 પૈસા વધારો કરવામાં આવ્યો છે.

Top Stories Business
Mucormicosis 10 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી વધારો નોંધાયો

એક તરફ કોરોનાએ સામાન્ય લોકોને પરેશાન કરી દીધા છે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય લોકોને પરેશાન કરી દીધા છે. સવારે સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​એક દિવસ બાદ પેટ્રોલ ડીઝલનાં દરમાં વધારો કર્યો છે. સતત મોંઘા થઇ રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવથી સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આજે પેટ્રોલનાં ભાવમાં 23 થી 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ લગભગ એટલો જ વધારો થયો છે.

વાંકી પૂછડી ? / રામદેવનું ફરીથી એલોપથી પર નિશાન: આઈએમએ અને ફાર્મા કંપનીઓને પૂછ્યું- એલોપથીમાં કોઈ એવી દવા છે જે હિંસક અને ક્રૂરને મનુષ્ય બનાવે છે?

દેશમાં તેલનાં ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 17 થી 27 પૈસા વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 23 પૈસા વધીને 93.44 રૂપિયા અને ડીઝલ 25 પૈસા વધીને 84.32 રૂપિયા પ્રતિ લિટર થયું છે. નોંધપાત્ર વાત એ છે કે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 13 મી વખત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 13 દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 3.04 રૂપિયા અને ડીઝલ 3.59 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.

ગુજરાત / અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે

દેશનાં મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો દર

  • દિલ્હીમાં પેટ્રોલ 93.44 રૂપિયા અને ડીઝલ 84.32 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઇમાં પેટ્રોલ 99.71 રૂપિયા અને ડીઝલ 91.57 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નઇમાં પેટ્રોલ 95.06 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલ 93.49 રૂપિયા અને ડીઝલ 87.16 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ભોપાલમાં પેટ્રોલ 101.52 રૂપિયા અને ડીઝલ 92.77 રૂપિયા પ્રતિ લિટર છે.
  • લખનઉમાં પેટ્રોલ 91.03 રૂપિયા અને ડીઝલ 84.71 રૂપિયા પ્રતિ લિટર છે.
  • બેંગલુરુમાં પેટ્રોલ 96.55 રૂપિયા અને ડીઝલ 89.39 રૂપિયા પ્રતિ લિટર છે.
  • પટણામાં પેટ્રોલ 95.62 રૂપિયા અને ડીઝલ 89.58 રૂપિયા પ્રતિ લિટર છે.
  • રાંચીમાં, પેટ્રોલ 90.23 રૂપિયા અને ડીઝલ 89.05 રૂપિયા પ્રતિ લિટર છે.
  • જયપુરમાં પેટ્રોલ 99.92 રૂપિયા અને ડીઝલ 93.05 રૂપિયા પ્રતિ લિટર છે.

રાહતનાં સમાચાર / કોરોનાની બીજી લહેર ધીમી પડી, નવા કેસ 2 લાખથી ઓછા નોંધાયા

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ દર અને ડીઝલ દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં રેટમાં સુધારો કરી તેને જાહેર કરે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેલની કિંમતમાં બમણો વધારો થાય છે.

kalmukho str 20 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી વધારો નોંધાયો