ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

વાહન લઇને જ્યારે તમે પેટ્રોલ પંપે જાઓ છો ત્યારે તમે જોતા હશો કે ગઇ કાલેે જે ભાવે પેટ્રોલ કે ડીઝલ મળતુ હતુ તે ભાવમાં આજે ફેેરફાર થઇ ગયો છે.

Top Stories Business
પેટ્રોલ ભાવ
  • પેટ્રોલ-ડીઝલનો ભાવ હવે 100ની નજીક
  • આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો
  • પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસા વધ્યાં
  • પેટ્રોલનો ભાવ 99.71/- રૂ.પ્રતિ લિટર
  • ડીઝલમાં પ્રતિ લિટર 38 પૈસાનો વધારો
  • ડીઝલનો ભાવ 98.49/-રૂ.પ્રતિ લિટર
  • સતત ભાવવધારાથી કોમનમેનને મોંઘવારીનો માર

વાહન લઇને જ્યારે તમે પેટ્રોલ પંપે જાઓ છો ત્યારે તમે જોતા હશો કે ગઇ કાલેે જે ભાવે પેટ્રોલ કે ડીઝલ મળતુ હતુ તે ભાવમાં આજે ફેેરફાર થઇ ગયો છે. જી હા, આવુ છેેલ્લા ઘણા સમયથી દેશભરમાં જોવા મળી રહ્યુ છે. આજે એકવાર ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આગ લાગી છે.

11 78 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

આ પણ વાંચો – અવસાન / રામાયણમાં રાવણનો દમદાર અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીએ દુનિયાને કહ્યુ અલવિદા

LPG – પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે એટલે કે બુધવારે વધારો કરવામાં આવ્યો હતો. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. આ સાથે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ પેટ્રોલ 100 ને પાર કરી ગયું છે. 24 સપ્ટેમ્બર બાદ દેશમાં ડીઝલનાં ભાવમાં 2.80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, જ્યારે એક સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જો આપણે LPG ની વાત કરીએ તો આજે તેની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 102.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.42 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વળી, હવે મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 99.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

જ્યારે કોલકાતામાં પેટ્રોલ 103.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.53 રૂપિયા પર પહોંચી ગયું છે. જો આપણે ચેન્નઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 100.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.93 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. અન્ય શહેરોની વાત કરીએ તો બેંગલુરુમાં પેટ્રોલ 106.52 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે ભોપાલમાં પેટ્રોલ 111.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.42 રૂપિયા પર પહોંચી ગયું છે. લખનઉમાં પેટ્રોલ 100.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.85 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. પટનામાં પેટ્રોલ 105.89 રૂપિયા અને ડીઝલ 97.85 રૂપિયા પ્રતિ લીટર છે.

11 79 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

આ પણ વાંચો – IPL 2021 / મુંબઈની ટીમે માત્ર 8.2 ઓવરમાં રાજસ્થાનને હરાવી Playoff માં આવવાની આશા રાખી જીવંત

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતનાં આધારે બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં ફેરફાર કરે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….