Not Set/ ભૂકંપ/ ફિલિપાઇન્સમાં આવ્યો ભૂકંપનો જબરદસ્ત ઝટકો, પાંચ લોકોનાં મોત, અનેકો ઘાયલ

દક્ષિણ ફિલિપાઇન્સનાં મિંડાનાઓ ટાપુ પર 6.4 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જેમા આશરે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 60 ઘાયલ થયા છે. ગુરુવારે સ્થાનિક મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ફિલીપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી અને સીસ્મોલોજી (ફીવોલક્સ) એ બુધવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 7.37 વાગ્યે (11.37 જીએમટી) 15 […]

World
erthquake 1 ભૂકંપ/ ફિલિપાઇન્સમાં આવ્યો ભૂકંપનો જબરદસ્ત ઝટકો, પાંચ લોકોનાં મોત, અનેકો ઘાયલ

દક્ષિણ ફિલિપાઇન્સનાં મિંડાનાઓ ટાપુ પર 6.4 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જેમા આશરે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 60 ઘાયલ થયા છે. ગુરુવારે સ્થાનિક મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ફિલીપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી અને સીસ્મોલોજી (ફીવોલક્સ) એ બુધવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 7.37 વાગ્યે (11.37 જીએમટી) 15 કિલોમીટરનાં એરિયામાં આવેલા  ભૂકંપને નોંધ્યો હતો.

ફીવોલક્સનાં જણાવ્યા અનુસાર આશરે 246 આફ્ટરશોક અને 5 ની તીવ્રતાનાં બે હળવા ભુકંપનાં ઝટકા પણ અનુભવાયા હતા. વળી, ઉત્તરીય કોટાબાટો પ્રાંતનાં તુલુનામમાં ભુકંપનાં કારણે એક ઘર પડી ગયુ હતુ, જેના કારણે સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. ભુકંપનું કેન્દ્ર શહેરથી 22 કિલોમીટર દૂર સ્થિત હતું. આ ઉપરાંત કિદાપાવન શહેરમાં ભુકંપ દરમિયાન હાર્ટ એટેકનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

અમેરિકન જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, 14.1 કિલોમીટરની ઉંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ફીવોલક્સનાં જણાવ્યા અનુસાર, આ જ દરમિયાન, એક અન્ય ઘટનામાં ઘર પડી જવાથી બે વર્ષની બાળકીની મોત થઇ ગઇ છે અને ડાવાઓ દેલ સુર પ્રાંતનાં મેગ્સૈસે શહેરમાં ભૂસ્ખલન થવાના કારણે બે લોકોની મોત થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.