ઉર્દુના પ્રખ્યાત અભિનેત્રી શાયર અને ગીતકાર, દિવંગત કૈફી આજમીની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી શબના આઝમીની માતા વયોવૃદ્ધ અભિનેત્રી શૌકત આજમીનું , શુક્રવારે અવસાન થયું હતું. શનિવારે મુંબઈમાં આઝમીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેઓ 93 વર્ષના હતા. અને વૃદ્ધાવસ્થાને લગતા રોગોથી પીડિત હતા. તેમને મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા દિવસો પહેલા તેમને રજા આપવામાં આવી હતી.
જાણીતા થિયેટર કલાકાર શૌકત આઝમીની દેખરેખ તેમની પુત્રી શબાના આઝમી અને પુત્ર બાબા આઝમીએ કરી હતી. બાબા આઝમી હિન્દી ફિલ્મોના જાણીતા સિનેમેટોગ્રાફર છે.
શૌકત આઝમીના અંતિમ દર્શન અને તેમને શ્રધ્ધાંજલિ આપવા માટે શનિવારે સવારથી જ બોલિવૂડના ખ્યાતનામ લોકો તેમના નિવાસસ્થાનમાં ઉમટી રહ્યા હતા.
શૌકત આઝમીની પૌત્રી અભિનેત્રી તબ્બુએ દુખ વ્યક્ત કર્યું હતું અને મોડેલ-અભિનેત્રી સ્યામી ખેર (શબાના આઝમીની ભત્રીજી) એ પણ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
અમિતાભ બચ્ચન, રેખા, ઉર્મિલા માટોંડકર, નિર્માતા બોની કપૂર, અભિનેતા-દિગ્દર્શક સતિષ કૌશિક અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિત અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
શૌકત કૈફી તરીકે પણ જાણીતા, આઝમી ‘ઉમરાવ જાન’, ‘બજાર’ અને ‘સલામ બોમ્બે’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા હતા.
ફરહાન અખ્તર તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે પહોંચ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.