ગુજરાત/ સુરતના ગ્રાઉન્ડ પર આવતીકાલે PSI-LRD ની શારીરિક કસોટી મોકૂફ રખાઇ

જૂનો કોલલેટર લઈને જ નવી તારીખ મુજબ ફિઝિકલ ટેસ્ટ માટે આવવાનું રહેશે. નવો કોલલેટર ઇશ્યુ કરવામાં આવશે નહિ.

Gujarat
Untitled 1 2 સુરતના ગ્રાઉન્ડ પર આવતીકાલે PSI-LRD ની શારીરિક કસોટી મોકૂફ રખાઇ

રાજયમાં કોરોનની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લખો ળકો મૃત્યુ પામ્યા હતા ત્યારે છેલ્લા 2 વર્ષથી સરકારી પરીક્ષાઓ  પણ  લેવાઈ નથી. હવે કોરોના કેસ ઘટતા ફરીથી  પોલીસ ભરતી ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત  રાજયમાં  2 દિવસ પહેલા જ  વરદી માહોલ ને લીધે અમૂયક શ્હેરોમાં  ભરતી  માટે ની શારીરિક પરીક્ષા  મોકૂફ રાખવામા આવી હતી. ત્યારે આજે વધુ એક ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે.

PSI ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને ખાસ જણાવવામાં આવ્યું છે કે, જૂનો કોલલેટર લઈને જ નવી તારીખ મુજબ ફિઝિકલ ટેસ્ટ માટે આવવાનું રહેશે. નવો કોલલેટર ઇશ્યુ કરવામાં આવશે નહિ. તારીખ બદલવા માટે બાકી રહેલી અરજીઓનું લિસ્ટ આગામી દિવસોમાં વેબસાઈટ પર મુકવામાં આવશે. તારીખ બદલવા માટે જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓના ગ્રાઉન્ડ એ જ રાખવામાં આવ્યા છે માત્ર તારીખ જ બદલવામાં આવી છે.

હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય એવા મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 29/12/21થી શરૂ થઈ તારીખ 29/01/22ના રોજ પૂરી થશે. જ્યારે માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 25/12/21થી શરૂ થઈ તારીખ 25/01/22 સુધીમાં પૂરી થશે.