રાજકોટ/ રાજકોટ રેલવે મંડળ દ્વારા ઘટાડાયા રેલવે સ્ટેશનોના પ્લેટફાર્મ ટિકીટના ભાવ

રાજકોટ રેલવે મંડળના નાના-મોટા તમામ 51 સ્ટેશનો પર પ્લેટફાર્મ ટિકીટનો ભાવ 10 રૂપિયા કરી દેવાયો છે.

Gujarat
Untitled 299 1 રાજકોટ રેલવે મંડળ દ્વારા ઘટાડાયા રેલવે સ્ટેશનોના પ્લેટફાર્મ ટિકીટના ભાવ

રાજકોટ રેલવે મંડળે પ્લેટફાર્મ ટિકીટના ભાવ ઘટાડીને યાત્રિકોને મોટી રાહત આપી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ રેલવે મંડળના દ્વારકા, જામનગર, રાજકોટ, ભક્તિનગર અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનો પર પ્લેટફાર્મ ટીકીટના ભાવ ઘટાડીને 30 રૂપિયાને બદલે 10 રૂપિયા કરી દેવાયા છે.

આ પણ વાંચો ;Covid-19 / શાળા ખુલી અને થયો કોરોના વિસ્ફોટ, 14 બાળકો થયા સંક્રમિત

આમ હવે રાજકોટ રેલવે મંડળના નાના-મોટા તમામ 51 સ્ટેશનો પર પ્લેટફાર્મ ટિકીટનો ભાવ 10 રૂપિયા કરી દેવાયો છે. રેલવે યાત્રિકોને રાહત આપનારો આ નિર્ણય આજથી લાગુ થઇ ચૂક્યો છે.. રાજકોટ મંડળ રેલ પ્રબંધક અનિલ કુમાર જૈનના નિર્દેશનમાં આ પ્લેટફાર્મ ટિકીટના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવાયો.

આ પણ વાંચો ;કોરોનાનો બૂસ્ટર ડોઝ / કોરોનાના બૂસ્ટર ડોઝ અને બાળકોની રસી અંગે ભારતની શું છે યોજના ? જાણો

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં રેલવે સ્ટેશનો પર યાત્રિકોની બીનજરૂરી ભીડને નિયંત્રિત કરવા માટે પ્લેટફાર્મ ટિકીટ મોંઘી કરવામાં આવી હતી. .પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા યાત્રિકોની માંગ તેમજ સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે મંડળ દ્વારા ફરીએકવાર સસ્તા દરે પ્લેટફાર્મ ટિકીટ ઉપલબ્ધ કરાવાશે રેલવે પ્રશાસને આ સાથે યાત્રિકોને અનુરોધ કર્યો છે કે યાત્રિકો યાત્રા દરમ્યાન માસ્ક પહેરે..સામાજિક અંતર જાળવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અથવા વારંવાર સાબુ કે પછી હેન્ડવોશથી હાથ ધોવે અને કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરે.