Cricket/ કેરળનો ખેલાડી રાતોરાત બન્યો UAEની ટીમનો કેપ્ટન, જાણો શા માટે કરાયો બદલાવ

ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા પહેલાથી જ મુખ્ય ડ્રોમાં છે. UAEએ પણ ક્વોલિફાયર માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ ક્વોલિફાયરના એક દિવસ પહેલા UAE T20 ટીમના…

Top Stories Sports
UAE New Captain

UAE New Captain: એશિયા કપ 27 ઓગસ્ટથી UAEમાં રમાશે. મુખ્ય રાઉન્ડ પહેલા 20 ઓગસ્ટથી ક્વોલિફાયર રમાશે. આમાં ચાર ટીમ હોંગકોંગ, કુવૈત, યુએઈ અને સિંગાપોર ભાગ લેશે. ક્વોલિફાયર જીતનારી ટીમ સીધી મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ કરશે. ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા પહેલાથી જ મુખ્ય ડ્રોમાં છે. UAEએ પણ ક્વોલિફાયર માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ ક્વોલિફાયરના એક દિવસ પહેલા UAE T20 ટીમના કેપ્ટનને બદલવામાં આવ્યો છે. અગાઉ અહેમદ રઝા આ જવાબદારી સંભાળતા હતા. પરંતુ, સીપી રિઝવાન એશિયા કપ ક્વોલિફાયરમાં યુએઈની કેપ્ટનશીપ કરશે.

તમને જણાવી દઈએ કે રિઝવાનનો જન્મ કેરળમાં થયો હતો અને તેણે અત્યાર સુધી માત્ર 7 T20 રમી છે. રિઝવાન વનડેમાં યુએઈની કેપ્ટનશીપ ચાલુ રાખશે. એશિયા કપ ક્વોલિફાયર ઓમાનમાં 20 થી 24 ઓગસ્ટ દરમિયાન રમાશે. UAE ક્રિકેટ બોર્ડનો T20 ટીમની કેપ્ટનશીપ બદલવાનો નિર્ણય પણ ચોંકાવનારો છે કારણ કે અહેમદ રઝાના નેતૃત્વમાં UAEની ટીમે T20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. UAEએ રઝાની કપ્તાનીમાં 27માંથી 18 T20 મેચ જીતી હતી. રઝાની ગણતરી UAEના સફળ કેપ્ટનોમાં થાય છે. તેમના નેતૃત્વ હેઠળ UAE આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્વોલિફાયર-A જીતીને આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું હતું. UAEએ ફાઇનલમાં આયર્લેન્ડને હરાવ્યું હતું. આ સતત પાંચમી T20 હતી, જેમાં UAEએ આયર્લેન્ડને હરાવ્યું હતું.

રઝાના સ્થાને UAEની T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા રિઝવાન અત્યાર સુધીમાં 7 T20 રમી ચૂક્યો છે. જેમાં તેણે 16.66ની એવરેજ અને 101ની સ્ટ્રાઈક રેટથી 100 રન બનાવ્યા છે. રિઝવાન UAEની છેલ્લી 10 T20માં પ્લેઇંગ XIનો ભાગ નહોતો અને ઓક્ટોબર 2021માં UAE માટે છેલ્લી T20 મેચ રમ્યો હતો. એશિયા કપના ક્વોલિફાયર માટે UAE દ્વારા જે ટીમ પસંદ કરવામાં આવી છે. તેમાં દિલ્હીમાં જન્મેલા એક ખેલાડીનો પણ સમાવેશ થાય છે. તેનું નામ ચિરાગ સૂરી છે. ચિરાગે 2018માં UAE માટે ODI અને T20 ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 24 ટી20માં 655 રન અને 35 વનડેમાં 941 રન બનાવ્યા છે. ચિરાગે ટી20માં 6 અને વનડેમાં 5 અડધી સદી ફટકારી છે.

એશિયા કપ ક્વોલિફાયર માટે UAEની ટીમ

સીપી રિઝવાન (કેપ્ટન), ચિરાગ સુરી, અહેમદ રઝા, મુહમ્મદ વસીમ, વ્રતયા અરવિંદ, બાસિલ હમીદ, રોહિન મુસ્તફા, કાશિફ દાઉદ, કાર્તિક એમ, ઝહૂર ખાન, જવર ફરીદ, આલીશાન શરાફુ, સાબીર અલી, આર્યન લાકરા, સુલતાન અહેમદ, જુનૈદ સિદ્દીકી, ફહાદ નવાઝ.

આ પણ વાંચો: Health Fact / વધુ પડતું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે તેના લક્ષણો