Not Set/ PM અને CMની રાજકોટને મળેલ ભેટ  AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું  રૂડા, ટૂંક  સમયમાં થશે કાર્યરત 

આજરોજ આખરી મેઈન બિલ્ડીંગ એટલેકે હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવેલ છે. સરકારનાં તા.૧૯/૦૩/૨૦૨૦ના પત્રની વિગતે AIIMSને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રુટીની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે તથા સર્વિસ એમીનીટીઝ ફીમાં ૫૦% રાહત આપવામાં આવેલ છે.

Top Stories Gujarat
aiims rajkot 2 PM અને CMની રાજકોટને મળેલ ભેટ  AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું  રૂડા, ટૂંક  સમયમાં થશે કાર્યરત 

સરકાર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરવામાં આવેલ છે. AIIMS સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં. ૬૪ તથા ૬૭  અને  પરાપીપળીયાનાં રે.સ.નં.૧૯૭ પૈકીની જમીનમાં આકાર પામી રહેલ છે. જેનું  કુલ ક્ષેત્રફળ ૮૧૩૪૪૨ચો.મી. છે. જે પૈકી વિવિધ જાહેર હેતુના  વિકાસ માટેનું કુલ ક્ષેત્રફળ ૨૪૯૨૮૯ ચો.મી છે જયારે અન્ય બાકી રહેતું ૫૬૪૧૫3 ચો.મી વિવિધ  બાંધકામ માટે ઉપયોગમાં લેનાર છે. તમામ બિલ્ડીંગો માટે બાંધકામ પ્લાન મંજુરીની કાર્યવાહી રૂડા દ્વારા પુર ઝડપે પૂર્ણ થતા  પ્રધાનમંત્રી અને  મુખ્યમંત્રી દ્વારા રાજકોટને મળેલ ભેટ AIIMS ખુબજ  ટૂંકા  જ  સમયગાળામાં  કાર્યરત થશે.

AIIMS નો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં થાય છે.નિયમોનુસાર તે ઝોનમાં પબ્લિક ઇન્સ્ટીટયુટમાં પબ્લિક સર્વિસ એન્ડ એમીનીટી અન્વયે હેલ્થ પબ્લિક ફેસીલીટીના ભાગ રૂપે કેમ્પસ પ્લાનિંગ સાથે હાલના CGDCRના નિયમોને ધ્યાને લઈ AIIMSમાં સમાવિષ્ટ બિલ્ડીંગો સત્તામંડળમાં મંજુરી અર્થે સમયાંતરે રજુ કરેલ.

AIIMS કેમ્પસમાં જાહેર હેતુ માટે વિવિધ એમીનીટીસ જેવી કે બગીચા, રમત ગમતનું મેદાન, મિલ્ક બુથ, પ્રાથમિક શાળા, લોકલ કોમર્શીયલ માર્કેટ, શાકભાજી માર્કેટ, પોલીસ આઉટ પોસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિગરેના ઉપયોગ માટે આયોજન થયેલ છે તથા  વર્તમાન  અને ભવિષ્યના આયોજનના ભાગ રૂપે  પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા  એવા કુલ ૨૫ બિલ્ડીંગોનું આયોજન કરેલ.

જે ૨૫ બિલ્ડીંગોમાં ડાઈરેક્ટર બંગ્લોઝ, બોઇઝ  તથા ગર્લ્સને  રહેવા માટે યુજી બોયસ હોસ્ટેલ, યુજી ગર્લ્સ હોસ્ટેલ, બહારગામથી આવતા લોકો માટે નાઈટ શેલ્ટર, ગેસ્ટ  હાઉસ, વિવિધ ડોકટરો થતા પ્રોફેસરો માટે વિવિધ પ્રકારના હાઉસિંગ, નર્સિંગ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ, ૫૦૦ માણસોની કેપીસીટી ધરાવતું  ઓડીટોરીયમ, જમવા માટે ડાઈનીંગ હોલ, જીવન જરૂરિયાત માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ભણવા માટે એકેડેમિક બ્લોક, આયુર્વેદિક વિભાગનો આયુષ બ્લોક, સર્વિસ બ્લોક, બાયોમેડીકલ વેસ્ટ બ્લોક, તથા  મેઈન હોસ્પિટલ બિલ્ડીંગનો સમાવેશ થાય છે.

ઉક્ત બિલ્ડીંગો પૈકી ૨૪ બિલ્ડીંગોના બાંધકામ પ્લાનને સમયાતરે મંજુરીની કાર્યવાહી પૂર્ણ થતા તે અનુસાર સ્થળ પર બાંધકામની કાર્યવાહી ચાલુમાં છે.

આજરોજ આખરી મેઈન બિલ્ડીંગ એટલેકે હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવેલ છે. સરકારનાં તા.૧૯/૦૩/૨૦૨૦ના પત્રની વિગતે AIIMSને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રુટીની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે તથા સર્વિસ એમીનીટીઝ ફીમાં ૫૦% રાહત આપવામાં આવેલ છે.

હોસ્પિટલ કે જેમાં બેઝમેન્ટ સાથે કુલ પાંચ ફ્લોરનું આયોજન કરેલ છે. બેઝમેન્ટમાં રેડિયો થેરીપીની સુવિધા આપવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ફલોરમાં ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોરની સુવિધાઓ આપવામાં આવેલ છે. પ્રથમ માળ પર આઈસીયુ, વિવિધ વોર્ડસ, કન્સલ્ટન્ટ રૂમ,એનઆઈસીયુ, એચડીયુ, ઓબ્જરવેશન રૂમ, ઓપરેશન થિયેટરની સુવિધાઓ આપવામાં આવેલ છે. બીજા  માળ પર લેકચર રૂમ, વિવિધ વોર્ડસ, ઓપરેશન થિયેટર, ઓબ્જરવેશન રૂમ, સ્ટાફ લોન્જની સુવિધાઓ આપવામાં આવેલ છે. જયારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ આપવમાં આવેલ છે.

majboor str 18 PM અને CMની રાજકોટને મળેલ ભેટ  AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું  રૂડા, ટૂંક  સમયમાં થશે કાર્યરત