Not Set/ દુનિયાનાં સૌથી શક્તિશાળી, લોકપ્રિય નેતા બની રહેલા PM મોદી, વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ

દુનિયાનાં સૌથી શક્તિશાળી, લોકપ્રિય નેતા બની રહેલા નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ બની ગયા છે. આપને જણાવી દઇએ કે PM મોદીને અમેરિકાની મુલાકાત દરમિયાન ‘સ્વચ્છ ભારત’ અભિયાન બદલ બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપી જાજરમાન સન્માન કરાશે તેવી વિધિવત જાહેરત કરવામાં આવી છે.ત્યારે PM મોદીને અત્યાર સુધી […]

Top Stories India
705576 pm modi 7 ls દુનિયાનાં સૌથી શક્તિશાળી, લોકપ્રિય નેતા બની રહેલા PM મોદી, વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ

દુનિયાનાં સૌથી શક્તિશાળી, લોકપ્રિય નેતા બની રહેલા નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ બની ગયા છે. આપને જણાવી દઇએ કે PM મોદીને અમેરિકાની મુલાકાત દરમિયાન ‘સ્વચ્છ ભારત’ અભિયાન બદલ બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપી જાજરમાન સન્માન કરાશે તેવી વિધિવત જાહેરત કરવામાં આવી છે.ત્યારે PM મોદીને અત્યાર સુધી મળેલા દસ આંતરરાષ્ટ્રીય એવોર્ડની આવી છે યાદી.

ભારતનાં PM મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમને બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ‘સ્વચ્છ ભારત’ અભિયાન બદલ એવોર્ડ આપી જાજરમાન સન્માન કરવામાં આવશે. PM મોદીએ વર્ષ 2014માં ગાંધી જયંતીનાં દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી, તે બદલ તેમનું બિલ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વતી એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે.

સ્વચ્છ ભારત કે ક્લીન ઈન્ડિયા  PM મોદીની મહત્ત્વાકાંક્ષી દેશવ્યાપી ઝુંબેશ બની છે. જેને દેશભરમાં વ્યાપક રીતે જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ઠેરઠેર રસ્તાઓ, ઉદ્યાનો, શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશન, એરપોર્ટ, સરકારી કે અર્ધ સરકારી ઈમારતો સ્વચ્છ જોવા મળી રહ્યાં છે. તેથી અમેરિકાની પ્રતિષ્ઠિત અને સખાવતી સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સ્વચ્છતાનાં ક્ષેત્રમાં PM મોદીએ આપેલા યોગદાનની કદરરૂપે એમનું બહુમાન કરવાની છે ત્યારે આવો જોઈએ PM મોદીને અત્યાર સુધી મળેલા વિવિધ આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને પુરસ્કાર-સન્માન.

  1. સેંટ એંડ્ર્યૂ પુરસ્કાર : વર્ષ 2019માં રશિયાએ પ્રધાનમંત્રી મોદીજીને પોતાના સૌથી ઉચ્ચ સન્માન સેંટ એંડ્ર્યૂ પુરસ્કારથી નવાજ્યા છે.
  2. ધ કિંગ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં પુરસ્કાર : વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીજીને બહેરીનમાં ધ કિંહ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. જે બહેરીનનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
  3. નિશાન ઈઝ્ઝુદ્દીન પુરસ્કાર : વર્ષ 2019માં માલદિવ્સે પ્રધાનમંત્રી મોદીજીને પોતાના સૌથી મોટા સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા છે.
  4. ફિલિપ કોટલર પુરસ્કાર : વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીજીને ફિલિપ કોટલર પ્રેસિડેંસિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર દેશનાં સૌથી લોકપ્રિય નેતાને આપવામાં આવે છે.
  5. ગ્રાંડ કૉલર પુરસ્કાર : વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી મોદીજીને પેલેસ્ટાઈનમાં ગ્રાંડ કૉલર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે પેલેસ્ટાઈનનો વિદેશ મહેમાનોને આપવામાં આવતો સૌથી ઉચ્ચ પુરસ્કાર છે.
  6. સિયોલ શાંતિ પુરસ્કાર : વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીજીએ ભારત તથા અમીરો-ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક અંતરને ઓછો કરવા માટે કરેલા સરાહનીય કામ માટે સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા નરેન્દ્રભાઈ મોદી પહેલા ભારતીય છે.
  7. ચેંપિયન્સ ઑફ ધ અર્થ પુરસ્કાર : વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્રએ પ્રધાનમંત્રી મોદીજીને તેમનું સૌથી મોટું પર્યાવરણ સન્માન ચેંપિયન્સ ઑફ ધ અર્થ આપ્યું હતું.
  8. ઑર્ડર ઑફ જાયદ પુરસ્કાર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું યૂએઈનાં સૌથી મોટા નાગરિક પુરસ્કાર ઑર્ડર ઑફ જાયદથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માન યૂએઈનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આપ્યો હતો.
  9. આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર : વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીજીને અફઘાનિસ્તાનનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તારના સર્વોચ્ચ સન્માન આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
  10. કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કાર : વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીજીને સઊદી અરબનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવોર્ડ ઓબામા, ડેવિડ કેમરૂન, પુતિન, શિંઝો આબેને મળી ચૂક્યો છે.

PM મોદીને ‘સ્વચ્છ ભારત’ અભિયાન બદલ બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા વધુ એક એવોર્ડ મળવો દરેક ભારતીય માટે ગર્વ કરવા જેવી બાબત છે. PM મોદીની મહેનત, મહત્વકાંક્ષા અને પ્રગતિશીલ નિર્ણયો-કાર્યોની દુનિયાભરમાં પુરસ્કારો આપીને પ્રશંસા કરવામાં આવી છે.

PM મોદીને વિશ્વના વિવિધ મંચો પર આપવામાં આવતા પુરસ્કારોને કારણે તેમની જ નહીં પરંતુ ભારતની પણ વિશ્વસનીયતા-મજબૂતાઈ દુનિયાભરમાં વધી છે. PM છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય નેતા બનીને વિશ્વફલક પર ઉભરી આવ્યા છે અને હવે તેઓ અન્ય દેશોમાં સૌથી વધુ પુરસ્કાર મેળવાનારા એકમાત્ર વ્યક્તિ બની ગયા છે. PM મોદીને યૂએઈ, સંયુક્ત રાષ્ટ્ર અને દક્ષિણ કોરિયા, સઊદી અરબ, પેલેસ્ટાઈન, અફઘાનિસ્તાન સહિતનાં દેશો પુરસ્કાર આપી ચૂક્યા છે. જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી અને મનમોહન સિંહને માત્ર એક-એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. PM મોદીને છેલ્લા ૫ વર્ષોમાં દુનિયાનાં ઘણા દેશોમાંથી ખાસ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. અત્રે ખાસ નોંધનીય છે કે, PM મોદીને પાછલા પાંચ વર્ષમાં મળેલા દસ એવોર્ડમાંથી મુસ્લિમ દેશો તરફથી છ એવોર્ડ આપવામાં આવ્યા છે !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.