Not Set/ પીએમ મોદીએ કેબિનેટની બેઠક યોજી, બે મંત્રીઓએ પ્રેઝન્ટેશન આપ્યું

પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને દેખરેખ અંગે રજૂઆત કરવામાં આવી હતી

Top Stories
modi 9 પીએમ મોદીએ કેબિનેટની બેઠક યોજી, બે મંત્રીઓએ પ્રેઝન્ટેશન આપ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને દેખરેખ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને મંત્રીઓએ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અંગે રજૂઆતો કરી હતી.7 જુલાઈના રોજ ફેરબદલ અને વિસ્તરણ બાદ કેન્દ્રીય મંત્રી પરિષદની આ ચોથી બેઠક હતી.

14 મી સપ્ટેમ્બરના રોજ છેલ્લી બેઠક દરમિયાન, આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યક્ષમતા અને સમય વ્યવસ્થાપન અંગે પ્રસ્તુતિઓ આપી હતી. સૂત્રોએ કહ્યું હતું કે તે ‘ચિંતન શિબિર’ જેવું હતું અને શાસનને વધુ સુધારવા માટે આવા વધુ સત્રો યોજાશે.

વડાપ્રધાન હવે નિયમિત પણે ચિંતન બેઠકનું આયોજન કરી રહ્યા છે હવે તે એકશન મોડ પર આવી ગયા છે ,તમામ બાબતો પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. તેમણે તમામ નવા કેબિનેટ મંત્રીઓ પાસે કામ અંગેની બ્રીફ માંગી હતી અને અસરકાક પ્રજા માટે કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં કાર્યપ્રણાલી પર કામ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.