Not Set/ વિશ્વમાં જયાંથી મળે ત્યાંથી બ્લેક ફંગસની દવા ભારત લાવો : PM મોદીનો અધિકારીને નિર્દેશ

સરકારી સૂત્રો પ્રમાણે પીએમ મોદી સતત આ સિલસિલે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ દવા વિશ્વના જે પણ ખૂણે ઉપલબ્ધ હોય,

Top Stories India
A 170 વિશ્વમાં જયાંથી મળે ત્યાંથી બ્લેક ફંગસની દવા ભારત લાવો : PM મોદીનો અધિકારીને નિર્દેશ

કોરોનાવાયરસ પછી હવે ભારતમાં મહામારીની જેમ ફેલાઇ ચૂકેલા બ્લેક ફંગસ સામે લડવા માટે સરકાર યુદ્ધસ્તરે કામ કરી રહી છે. આની સારવાર માટે ડોક્ટર લિપોસોમલ એન્ફોટેરેસિરિન બી નામના ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે. આ દવાના ઉત્પાદનને વધારવા માટે ભારત સરકારે પાંચ વધુ કંપનીઓને આ દવા બનાવવાના લાઇસન્સ આપી દીધા છે.

સરકારી સૂત્રો પ્રમાણે પીએમ મોદી સતત આ સિલસિલે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ દવા વિશ્વના જે પણ ખૂણે ઉપલબ્ધ હોય, તેને તરત ભારત લાવવામાં આવે. તેમના નિર્દેશ બાદ વિશ્વમાં ફેલાયેલા ભારતીય દૂતાવાસ પોત-પોતાના દેશમાં ઉપલબ્ધ આ દવા ભારતમાં મોકલવામાં લાગી ગયા છે.

આ દિશામાં કરવામાં આવતા પ્રયત્નોમાં અસર જોવા મળે છે. આ માટે અમેરિકાની ગલિયડ સાયન્સિસ નામની કંપનીની મદદ મળી છે. આ ઈન્જેકશનના 1.21 લાખ વાયલ આવી ગયા છે અને વધુ 85000 વાપલ આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં દેશમાં 12000 જેટલા દર્દીઓ છે અને તે સંખ્યા વધતી જાય છે.

ગલિયડ સાયન્સિસે માયલન દ્વારા ભારતમાં એમ્બીસોમના દસ લાખ ડોઝ મોકલવાનો લક્ષ્ય સેવ્યો છે. કંપનીએ એ પણ કહ્યું છે કે વિશ્વના અન્ય દેસોમાં ઉપલબ્ધ આ દવાનો સ્ટૉક હટાવીને તેને ભારત મોકલવામાં આવશે.

sago str 27 વિશ્વમાં જયાંથી મળે ત્યાંથી બ્લેક ફંગસની દવા ભારત લાવો : PM મોદીનો અધિકારીને નિર્દેશ