PM Modi Jhalmuri Viral: સામાન્ય રીતે કોઈ મોટી ઘટના કે સેલિબ્રિટીના સમાચારો ગૂગલ પર ટ્રેન્ડ થતા હોય છે, પરંતુ આ વખતે એક બંગાળી નાસ્તા ‘ઝાલમુરી’એ ધમાલ મચાવી છે. પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક નાના સ્ટોપ અને ઝાલમુરી ખાવાના વીડિયોએ ઈન્ટરનેટ પર સર્ચના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: ‘Modi Effect’
રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 22 વર્ષોમાં ગૂગલ પર “ઝાલમૂરી” (Jhalmuri) શબ્દ ક્યારેય આટલી મોટી સંખ્યામાં સર્ચ થયો નથી. પીએમ મોદીએ રસ્તા પરના એક નાના સ્ટોલ પર ઉભા રહીને ઝાલમુરીનો સ્વાદ માણ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જેના કારણે લોકોમાં આ નાસ્તા પ્રત્યેની ઉત્સુકતા ચરમસીમા પર પહોંચી ગઈ છે.
View this post on Instagram
નાનકડા સ્ટોલની કિસ્મત રાતોરાત બદલાઈ
ઝારગ્રામમાં જે દુકાને પીએમ મોદીએ (PM Modi) ઝાલમુરી ખાધી હતી, તે દુકાનદારની કિસ્મત પણ રાતોરાત બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો આને સાચી ‘મોદી ઇફેક્ટ’ કહી રહ્યા છે. લાખો યુઝર્સ હવે ગૂગલ પર ઝાલમુરી શું છે, તે કેવી રીતે બને છે અને તેના માટે કઈ સામગ્રી જોઈએ તે વિશે માહિતી શોધી રહ્યા છે.
યુઝર્સ અને રેસીપીનો ક્રેઝ (PM Modi)
સોશિયલ મીડિયા પર લોકો મજેદાર રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે, “અત્યાર સુધી સરસવના તેલની તીખી સુગંધને કારણે ઝાલમુરી નહોતી ખાધી, પણ હવે પીએમ મોદીએ (PM Modi) ખાધી છે એટલે ચોક્કસ અજમાવીશું.” ઘણા લોકો એકબીજા સાથે તેની રેસીપી પણ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો
