Loksabha Election 2024/ PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

PM મોદીએ આજે હિંદુ પરંપરામાં વધુ શુભ મનાતા પુષ્યનક્ષત્રમાં ઉમેદવારી નોંધાવી.

Top Stories India Breaking News
WhatsApp Image 2024 05 14 at 12.07.17 1 PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

PM મોદીએ પોતાના મત વિસ્તારણ વારાણસીથી નામાંકન ફોર્મ ભર્યું છે. વારાણસીમાં PM મોદીના આગમનને લઈને ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. આ એડવાઈઝરી મુજબ સુરક્ષાને લઈને વારાણસીમાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11.40 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું. આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમય પસંદ કરવા પાછળનું એક શુભ મહત્વ છે.

Capture 2 PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના નોમિનેશનને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરી રહી હતી. પીએમ મોદીના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સીએમ યોગી આદિત્યનાથ  ઉપસ્થિત રહ્યા હતા.

PM મોદીએ આજે હિંદુ પરંપરામાં વધુ શુભ મનાતા પુષ્યનક્ષત્રમાં ઉમેદવારી નોંધાવી. દરમ્યાન PM મોદીના નામાંકન ફોર્મ ભરતી વખતે પાર્ટીના 20 જેટલા દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓ સાથે 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. જણાવી દઈએ PM મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે.

PM Modi Nomination LIVE Updates: Amit Shah, JP Nadda, NDA leaders arrive at DM office ahead of PM Modi's nomination filing

વારાણસીમાંથી આજે ઉમેદવારી નોંધાવતા પૂર્વ સમયે PM મોદીએ વહેલી સવારે ગંગાની પૂજા-આરતી કરી હતી ત્યારબાદ તેઓ ક્રુઝ દ્વારા નમો ઘાટ પંહોચ્યા. ગંગા પૂજન બાદ PM મોદીએ કાલભૈરવ મંદિરમાં દર્શન કર્યા. અંહી સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદીએ નામાંકન ફોર્મ ભરતાં પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, કાશી સાથે મારો સંબંધ અભિન્ન છે, અપ્રતિમ છે અને અદ્ભુત છે. જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. નામાંકન ફોર્મ ભરતા પહેલા PM મોદીએ નમો ઘાટથી નાનો મિની રોડ શો કરતા કાશી કોતવાલ પંહોચ્યા હતા. ત્યારબાદ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કરી મિની રોડ શો કરતા મંદાકિની ચાર રસ્તા, લહુરાબીર ચૌક, નદેસર ચોક થઇને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસમાં નામાંકન ફોર્મ ભર્યા બાદ રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

પુષ્ય નક્ષત્ર

આજે હિંદુ પરંપરા મુજબ પુષ્ય નક્ષત્રનો શુભ દિવસ છે. પુષ્ય એટલે જે પોષણ આપે છે, ઉર્જા અને શક્તિ આપે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને વધુ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવતા તમામ કાર્યને સફળતા મળ છે. જ્યોતિષમાં તેને તમામ 27 નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે આજના શુભ દિવસે પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સી.એમ. સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: શેરબજાર પર ગૃહમંત્રી અમિતશાહે આપ્યું મોટું નિવેદન ‘4 જૂન પછી સુસ્ત બજારમાં જોવા મળશે સારી તેજી’

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું