દેશમાં સનાતન ધર્મને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, સનાતન ધર્મ શાશ્વત કર્તવ્યોનો સમૂહ છે. આમાં દેશ, રાજા, પોતાના માતા-પિતા અને ગુરુ પ્રત્યેની ફરજ અને ગરીબોની સંભાળ રાખવાનો સમાવેશ થાય છે.
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એન શેષશાયીએ સનાતન ધર્મ પરની ચર્ચા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે,સનાતન ધર્મ જાતિવાદ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો છે એવો એક વિચાર પકડાયો હોય તેવું લાગે છે. આ એક એવી ધારણા છે જેને સખત રીતે નકારવી જોઈએ.
અસ્પૃશ્યતા સહન કરી શકાય નહીં
જસ્ટિસ એન શેષશાયીએ કહ્યું કે અસ્પૃશ્યતા સહન કરી શકાય નહીં. ભલે તે ‘સનાતન ધર્મ’ ના સિદ્ધાંતોમાં ક્યાંક અનુમતિ તરીકે જોવામાં આવે છે. અસ્પૃશ્યતા માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં. બંધારણની કલમ 17 જાહેર કરે છે કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
તેમણે વધીમાં કહ્યું કે, બોલવુ આઝાદી એ મૂળભૂત અધિકાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે નફરત ફેલાવવી જોઈએ. ખાસ કરીને જ્યારે મામલો ધર્મ સાથે જોડાયેલો હોય. નક્કી કરવું જોઈએ કે કોઈની વાતથી બીજાને નુકસાન ન થવું જોઈએ.
બોલવાની આઝાદીથી કોઈને નુકસાન ન થવું જોઈએ
જસ્ટિસ એન શેષશાયીએ કહ્યં કે,”દરેક ધર્મ આસ્થા પર આધારિત છે. વિશ્વાસ તેના સ્વભાવથી અતાર્કિકતાને સમાવે છે. તેથી જ્યારે ધર્મ સંબંધિત બાબતોમાં વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તે કોઈને નુકસાન ન પહોંચાડે. બીજા શબ્દોમાં કહીએ તો, સ્વતંત્ર ભાષણ અપ્રિય ભાષણ ન હોઈ શકે.
આ પણ વાંચો: Politics/ PM બનવા માગતા નીતીશ કુમાર માટે વડાપ્રધાનની ખુરશી ખાલી નથીઃ અમિત શાહ
આ પણ વાંચો: Indian Railway/ ભારતીય રેલવેને એક ઉંદર 41 હજાર રૂપિયામાં પડે છે!
આ પણ વાંચો: Black Hornet Drone/ ભારતીય સેનામાં જોડાયું અત્યાધુનિક ‘બ્લેક હોર્નેટ ડ્રોન’, જાણો કેમ છે ખાસ