Kevadia/ PM મોદીની હાજરીમાં યોજાઈ એકતા પરેડ, કાર્યક્રમમાં CRPFની મહિલાકર્મીઓને આવ્યા ચક્કર

આજે 31 મી ઓકટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી, કે જ્યાં આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસરે કેવડિયામાં વડાપ્રધાન મોદીની હાજરીમાં એકતા પરેડ પણ યોજાઈ હતી.

Top Stories Gujarat Others
a 162 PM મોદીની હાજરીમાં યોજાઈ એકતા પરેડ, કાર્યક્રમમાં CRPFની મહિલાકર્મીઓને આવ્યા ચક્કર

આજે 31 મી ઓકટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી, કે જ્યાં આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસરે કેવડિયામાં વડાપ્રધાન મોદીની હાજરીમાં એકતા પરેડ પણ યોજાઈ હતી.

આ એકતા પરેડમાં અર્ધ સૈનિક બળોની ટુકડીઓ સહિતની અનેક સેનાના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી, પરંતુ આ પરેડમાં PM મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં હતાં ત્યારે અચાનક CRPF ની કુલ 3 CRPF ની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું.

આ પણ વાંચો : વડા પ્રધાન મોદીનાં હસ્તે સી પ્લેન સેવાનો આજથી પ્રારંભ

CRPF ની કુલ 3 CRPF ની મહિલા જવાનને ચક્કર આવ્યા બાદ તેઓએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. જો કે નજીકમાં જ ફરજ પર હાજર અન્ય જવાનોએ એ મહિલાને સાંભળી લીધી હતી. બીજી બાજુ ત્યાં હાજર આરોગ્યકર્મીઓએ એમને તુરંત નજીકના ટેન્ટમાં લઈ જઈ સારવાર શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ તેઓ સ્વસ્થ હાલતમાં હતા.

આ પણ વાંચો : PM મોદી કરશે રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ, જાણો આજનાં અન્ય કાર્યક્રમ વિશે