ટેલિફોનિક વાત/ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

વાવાઝોડું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરિયાઈ કાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું 15 જૂનના રોજ ટકરાવાનું છે

Top Stories Gujarat
11 PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

વાવાઝોડું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરિયાઈ કાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું 15 જૂનના રોજ ટકરાવાનું છે. જોકે તેની અસર આજથી એટલે કે 12 જૂનથી 16 જૂન સુધી રહેવાની છે અને તેની જ અસરને પગલે અમદાવાદ શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના સંકટ વચ્ચે રાજ્યના કેટલાક સ્થળોએ વરસી શકે છે.આ ચક્રવાતને લઇને વડાપ્રધાન નરે ન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને તમામ વહિવટી તંત્રની માહિતી મેળવી હતી અને દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી આપવાની બાંયધરી આપી છે.

ઉલ્લેખનીય છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓએ આપી છે.