Not Set/ મોદીનો રાહુલને સણસણતો જવાબ, કહ્યું વિરોધ પક્ષો લોકસભામાં બોલવા નથી દેતા

બનાસકાંઠાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ડીસા ખાતે જંગી મેદનીને સંબોધન કરતા વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ લોકસભામાં નથી બોલવા દેતા એટલા માટે જનસભામાં બોલું છું. જો લોકસભામાં તક મળશે તો જરૂર બોલીશ. PM એ વિરોધ પક્ષોને નોટબંધી મુદ્દે આડેહાથ લીધા હતા. મોદીએ નોટબંધી પર બોલતા જણાણવ્યું હતું કે, […]

India

650 1 636169691902164232 636169712954402372 મોદીનો રાહુલને સણસણતો જવાબ, કહ્યું વિરોધ પક્ષો લોકસભામાં બોલવા નથી દેતા

બનાસકાંઠાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ડીસા ખાતે જંગી મેદનીને સંબોધન કરતા વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ લોકસભામાં નથી બોલવા દેતા એટલા માટે જનસભામાં બોલું છું. જો લોકસભામાં તક મળશે તો જરૂર બોલીશ.

PM એ વિરોધ પક્ષોને નોટબંધી મુદ્દે આડેહાથ લીધા હતા. મોદીએ નોટબંધી પર બોલતા જણાણવ્યું હતું કે, મોટી નોટ બંધ થતા 50 અને 100 નું મૂલ્યો વધ્યું છે. નોટબંધીથી સૌથી વધુ મુશકેલી ભ્રષ્ટાચારીઓને પડી છે. પહેલા ઇમાનદાર લોકો હેરાન હતા હવે ભ્રષ્ટાચારી લોકો હેરાન છે. રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીનું નામ લઇને મોદીએ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા વિરોધને વખોડી હતી અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જે પક્ષની વિચારધારા સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા તેમના જ સાંસદોને રાષ્ટ્રપતિને સંસદ ચાલવા દેવા માટે ઠપકો આપવો પડ્યો.

 

આ પહેલા રાહુલ ગાંધીએ નરેંદ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી મ્યુઝિક કોન્સર્ટમાં બોલી શકે છે પણ સંસદમાં નથી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી PMના સંસદમા નહિ બોલવાને લઇને સતત મોદીને નિશાન બનાવતા હતા.

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ડિસા ખાતે બનાસડેરીમાં ચીઝ પ્લાન્ટ, બનાસ બેંક મોબાઇલ એપ્લીકેશન, કાંકરેજ ગાય A-2 મિલ્ક પ્રોજેક્ટનું રિમોટ કંટ્રોલ વડે ઉદ્દઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસમાં ગાંધીનગર ખાતે પોતાની માતા હિરાબાની પણ મુલાકાત લેવાના છે. ત્યાર બાદ કોબા ખાતે આવેલા બીજેપીની પ્રદેશ કાર્યલય ખાતે બીજેપીના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.