Not Set/ જૂનાગઢમાં પીએમ મોદી રહ્યા ઉપસ્થિત, 362.73 કરોડના કાર્યોનું કર્યું લોકાર્પણ

જૂનાગઢ વલસાડ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ આવી પહોંચ્યા હતા, 362.73 કરોડના જુદા જુદા કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું. મનપાનાં ટાઉન હોલ, સાબલપુર પાસે પુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું મોદીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જન ઔષધી કેન્દ્રો દ્વારા રૂપિયા 300ની દવા 30માં મળતી થઈ હોવાનું મેડિકલ કોલેજના ઉદઘાટન […]

Top Stories Gujarat Others Trending
gf 13 જૂનાગઢમાં પીએમ મોદી રહ્યા ઉપસ્થિત, 362.73 કરોડના કાર્યોનું કર્યું લોકાર્પણ

જૂનાગઢ

વલસાડ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ આવી પહોંચ્યા હતા, 362.73 કરોડના જુદા જુદા કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું. મનપાનાં ટાઉન હોલ, સાબલપુર પાસે પુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું મોદીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જન ઔષધી કેન્દ્રો દ્વારા રૂપિયા 300ની દવા 30માં મળતી થઈ હોવાનું મેડિકલ કોલેજના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું. જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં ગાંધીચોકમાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

તો સંબોધ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ  પર પણ નિશાન સાધ્યું હતું. સંબોધનમાં તેમણે કહ્યું કે એક જ કલાકમાં 500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત  એ દેશ બદલાઈ રહ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ગીરના જંગલના એક મતદાર છે તેની નોંધ આખો દેશ લે છે. સાપુતારા કરતાં ઉંચી પર્વત માળામાં, મધુવન ડેમથી પાણી ઉઠાવીને 200 માળ ઊંચી જગ્યાએ લઈ જઈ 150 કરતા વધુ  ઘરોમાં પહોંચશે.

જન ઔષધી કેન્દ્રો દ્વારા 300 રૂપિયાની દવા હવે 30 રૂપિયામાં મળતી થઈ છે..જેનાથી ગરીબ લોકોની 80 ટકા રકમ બચી છે. અગાઉની સરકારે નક્કી કર્યું હતું કે કચ્છ સૌરાષ્ટ્રમાં ડેરી ના બને. પરંતુ આજે સૌરાષ્ટ્રના બધા જિલ્લા અને કચ્છમાં ડેરીનો વિકાસ થયો છે. નાના નાના શહેરમાં નવી નવી હોસ્પિટલનું નિર્માણ થશે અને મધનું ઉત્પાદન એક જ વર્ષમાં ડબલ થઈ ગયું છે.