Political/ એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું પીએમ મોદીએ કર્યુ ઉદ્ધાટન,ગુજરાત પણ ડિફેન્સનો કેન્દ્ર બનશે

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં લગભગ રૂ. 15,670 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

Top Stories Gujarat
17 4 એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું પીએમ મોદીએ કર્યુ ઉદ્ધાટન,ગુજરાત પણ ડિફેન્સનો કેન્દ્ર બનશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાની છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે 19 ઓક્ટોબરના રોજ ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં લગભગ રૂ. 15,670 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાને એશિયાનો  સૌથી મોટા ડિફેન્સ એક્સપોમનું ઉદ્વઘાટન કર્યું છે.

ડિફેન્સ એક્સપોમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે, જેની માટેનો ઠરાવ અમૃત કાળ દરમિયાન અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રનો વિકાસ, રાજ્યોની ભાગીદારી, યુવા શક્તિ, યુવા સપના, યુવા હિંમત અને યુવાનોની ક્ષમતાઓ છે.’

પીએમ મોદી સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે DefExpo22નું ઉદઘાટન કર્યું જે બાદ પ્રધાનમંત્રી અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે. બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ જૂનાગઢમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 6 વાગે રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે. આ સાથે સાંજે લગભગ 7:20 વાગે રાજકોટમાં આવિષ્કારી બાંધકામ પ્રથાઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.