google CEO sundar pichai/ PM મોદીએ ગૂગલના CEO સુંદર પિંચાઈને ભારત આવવા આપ્યું આમંત્રણ

16 ઓક્ટોબરના રોજ પીએમ મોદી અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. બેઠક બાદ સુંદર પિચાઈએ ટ્વીટ કરી પીએમ મોદીનો આભાર માન્યો

Top Stories India Uncategorized
PM Modi-Sundar Pichai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિંચાઈને AI સમિટ માટે આમંત્રણ આપ્યું. 16 ઓક્ટોબરના રોજ પીએમ મોદી અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. આ બેઠકમાં પીએમ મોદીએ સુંદર પિચાઈ સાથે આગામી સમયમાં ભારતમાં ગૂગલની યોજના અને ડિસેમ્બર 2023માં નવી દિલ્હીમાં આયોજિત થનારી AI સમિટને લઈને પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં AI ટેકનોલોજીની ભારતમાં વિસ્તરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સુંદર પિચાઈએ પીએમ મોદીના આભાર માન્યો

આ બેઠક બાદ સુંદર પિચાઈએ ટ્વીટ કરી પીએમ મોદીનો આભાર માન્યો. સુંદર પિચઆઈએ પોસ્ટમાં લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૂગલના સંબંધો વધુ મજબૂત બનવા જઈ રહ્યા છે. આગામી સમયમાં AIનો લાભ લઈ સંયુક્તપણે કામગીરીનો વિસ્તાર કરી રહ્યા છીએ. સુંદર પિચાઈએ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે ભારત હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે.

PM મોદીએ ગૂગલની કામગીરીની પ્રશંસા કરી

પીએમ મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ અને AI માધ્યમને વધુ વિકસિત કરવા ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું. સુંદર પિચાઈ અને પીએમ મોદી વચ્ચે યોજાયેલ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતમાં AI ડિજિટલ માધ્યમના વિસ્તરણ અંગે ચર્ચા થઈ. સાથે પીએમ મોદીએ ભારતમાં ક્રોમબુક્સનું ઉત્પાદન કરવા અને 100 ભાષા મુદ્દે ગૂગલની પ્રશંસા કરી અને ગુડ ગવર્નન્સ માટે AI ટૂલ્સ પર ગૂગલની કામગીરીની પ્રોત્સાહન આપ્યું. ભારતીય ભાષાઓમાં AI સાધનો ઉપલબ્ધ કરવા સાથે ગુજરાતમાં (GIFT – ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી) ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની યોજના પર પણ ચર્ચા કરી.


whatsapp ad White Font big size 2 4 PM મોદીએ ગૂગલના CEO સુંદર પિંચાઈને ભારત આવવા આપ્યું આમંત્રણ


આ પણ વાંચો : http://41KM લાંબા ગાઝામાં હમાસે કેવી રીતે તૈયાર કર્યો 500 કિલોમીટર લાંબી રહસ્યમય ટનલનો માર્ગ?