PM Modi Egypt Visit/ પીએમ મોદી પહોંચ્યા કાહિરાની અલ હકીમ મસ્જિદ, જાણો ખાસ કનેક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇજિપ્તની મુલાકાતે છે. પીએમ મોદી શનિવારે ઇજિપ્તની રાજધાની કાહિરા પહોંચી ગયા છે અને મુલાકાતના બીજા દિવસે પીએમ કાહિરાની અલ હકીમ મસ્જિદમાં ગયા

Top Stories World
Untitled 148 પીએમ મોદી પહોંચ્યા કાહિરાની અલ હકીમ મસ્જિદ, જાણો ખાસ કનેક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇજિપ્તની મુલાકાતે છે. પીએમ મોદી શનિવારે ઇજિપ્તની રાજધાની કાહિરા પહોંચી ગયા છે અને મુલાકાતના બીજા દિવસે પીએમ કાહિરાની અલ હકીમ મસ્જિદમાં ગયા અને પુષ્પાંજલિ અર્પણ કરી. પીએમ મોદીની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત છે અને 1997 પછી ભારતીય પીએમ દ્વારા ઇજિપ્તની પ્રથમ સરકારી મુલાકાત પણ છે. PM મોદી શનિવારે ઇજિપ્ત પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે, તેમની મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને મળશે. આ પહેલા પીએમ મોદી અલ-કરીમ મસ્જિદ ગયા હતા.

અલ હકીમ મસ્જિદનો વીડિયો જુઓ

જાણો શા માટે PM મોદી અલ હકીમ મસ્જિદ ગયા

દાઉદી બોહરા સમુદાયના લોકોએ અલ-હકીમ મસ્જિદની જાળવણીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને આ સમુદાયના મોટાભાગના લોકો ભારતમાં વસે છે. દાઉદી બોહરા મુસ્લિમ સમુદાય છે. આ સમુદાયની વેબસાઈટ, ધ દાઉદી બોહરાઓ અનુસાર, તેમના નેતાઓ છેલ્લા 450 વર્ષથી ભારતમાં રહે છે. આ સમુદાયના નેતા અથવા ધાર્મિક નેતાને ‘અલ-દાઇ અલ-મુતલક’ તરીકે ઓળખવામાં આવે છે અને લોકો વિશ્વના 40 થી વધુ દેશોમાં સ્થાયી છે. જો કે, આ સમુદાયના મોટાભાગના લોકો ભારતમાં રહે છે.

પીએમ મોદી અને અલ-સીસીની મુલાકાત પર તમામની નજર છે

પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલી ભારત સરકાર માટે પીએમ મોદીની ઇજિપ્તની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી જાન્યુઆરી 2023માં ભારત આવ્યા ત્યારે બંને દેશોએ એકબીજાને રણનીતિક ભાગીદાર જાહેર કર્યા હતા. આ પછી હવે રાષ્ટ્રપતિ અલ સીસી સાથે પીએમ મોદીની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને બધાની નજર બંનેની મુલાકાત પર ટકેલી હશે.

આ પણ વાંચો:કોણ છે ‘પુતિનના શેફ’ યેવગેની પ્રિગોઝિન, રશિયન સૈન્યનો નાશ કરવાના લીધા શપથ; શું છે વેગનર ગ્રુપ

આ પણ વાંચો:તિનની જીદ હવે પડશે ભારે? ખાનગી આર્મી વેગનરે કર્યો બળવો, મોસ્કોમાં હાઇ એલર્ટ

આ પણ વાંચો:સ્પેસ સેક્ટરમાં ભારત અને અમેરિકાના સંયુક્ત સાહસ માટે જબરજસ્ત ‘સ્પેસ’: મોદી

આ પણ વાંચો:ભારત મધર ઓફ ડેમોક્રેસી અને અમેરિકા લોકશાહીનું ચેમ્પિયન