Not Set/ શીતકાલીન સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ દરકે મુદ્દે ખુલ્લા મને ચર્ચા કરવાની બતાવી તૈયારીઓ

આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને હાકલ કરી હતી કે ગૃહમાં ખરડા પસાર કરવા માટે ટ્રેઝરી બેંચને જ શ્રેય આપવામાં ન આવે. બધા સાંસદો દરેક કાયદાકીય કાર્યનાં શ્રેયનાં હકદાક હોય છે. આ સંદર્ભે ચોમાસુ સત્ર અભૂતપૂર્વ રહ્યું છે, જેના માટે આખું ગૃહ અભિનંદનનું પાત્ર છે. તેમણે કહ્યું કે, વર્ષ […]

Top Stories India
PM Modooi શીતકાલીન સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ દરકે મુદ્દે ખુલ્લા મને ચર્ચા કરવાની બતાવી તૈયારીઓ

આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને હાકલ કરી હતી કે ગૃહમાં ખરડા પસાર કરવા માટે ટ્રેઝરી બેંચને જ શ્રેય આપવામાં ન આવે. બધા સાંસદો દરેક કાયદાકીય કાર્યનાં શ્રેયનાં હકદાક હોય છે. આ સંદર્ભે ચોમાસુ સત્ર અભૂતપૂર્વ રહ્યું છે, જેના માટે આખું ગૃહ અભિનંદનનું પાત્ર છે. તેમણે કહ્યું કે, વર્ષ 2019 નું આ છેલ્લું સત્ર છે, જેને અભૂતપૂર્વ બનાવવા માટે એક સાથે આવવું પડશે. આ સત્ર ખૂબ મહત્વનું છે, કારણ કે તે રાજ્યસભાનું 250 મું સત્ર પણ છે. તેનું મહત્વ સમજીને, સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.

સંસદનાં શિયાળા સત્ર પહેલા મીડિયાને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 26 તારીખે બંધારણનો દિવસ છે. સ્વતંત્ર ભારતમાં બંધારણ લાગુ થયાને 70 વર્ષ થવા જઇ રહ્યા છે. બંધારણ એ દેશ માટે ચાલક શક્તિ છે. આ ગૃહ દ્વારા દેશનાં લોકો માટે પણ જાગૃતિનો સમય છે. સત્ર સરળતાથી ચાલવા માટે, તમામ પક્ષોનાં નેતાઓ સાથે પહેલા મુલાકાત થઇ છે. આ પહેલાનું સત્ર ઉત્તમ રહ્યું છે, એવી અપેક્ષા છે કે આ સત્ર પણ સરળતાથી ચાલશે અને મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યોની દ્રષ્ટિએ અભૂતપૂર્વ રહેશે.

આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુનરોચ્ચાર કર્યો કે સરકાર સંસદનાં શિયાળુ સત્રમાં રજૂ થનારા મહત્વપૂર્ણ બીલો પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે અમે તમામ મુદ્દાઓની ખુલ્લા મને ચર્ચા કરવા માંગીએ છીએ અને આ માટે  અમે તૈયાર છીએ. આવી સ્થિતિમાં, તમામ મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા થવી મહત્વપૂર્ણ છે. વાદ-વિવાદ થાય, પણ એક સંવાદ તો થાય. સંસદમાં ચર્ચાને અર્થપૂર્ણ અને ઉપયોગી બનાવવા દરેકને ફાળો આપવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.