Not Set/ ભરૂચ હોસ્પિટલમાં આગ અંગે PM મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું – હું પીડિત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 18 લોકોના મોત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

Top Stories Gujarat Others
A 8 ભરૂચ હોસ્પિટલમાં આગ અંગે PM મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું - હું પીડિત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 18 લોકોના મોત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોમાં કોવિડ દર્દી સહિત હોસ્પિટલનો સ્ટાફ પણ સામેલ હતો. આ ઘટના પટેલ વેલફેર  હોસ્પિટલમાં બની હતી, જ્યાં કોરાના ચેપના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, ‘ભરૂચની હોસ્પિટલમાં આગને કારણે લોકોના મોતથી દુ:ખ. હું પીડિત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. “

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, “ગુજરાતના ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ અકસ્માતથી હું ખૂબ દુ:ખી છું. આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવાર પ્રત્યે હું શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. ” આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Bharuch welfare hospital3 ભરૂચ હોસ્પિટલમાં આગ અંગે PM મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું - હું પીડિત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના

પીડિત પરિવારોને રૂ. 4  લાખની સહાય – સીએમ વિજય રૂપાણી

તે જ સમયે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીડિતના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, “હું ભરૂચ હોસ્પિટલમાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે દુ:ખ વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર અકસ્માતનો ભોગ બનેલા દરેક પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપશે. “

ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે. આઈસીયુમાં વેન્ટિલેટર સહિતનો સામાન જે પ્રકારે બળેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તેને જોતા આગની ભયાનકતાનો ચિતાર મળી શકે છે.

A fire broke out at covid Hospital in Bharuch at midnight, killing 15 people, including patients

હૉસ્પિટલમાં કુલ 58 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા

આ દુર્ઘટનામાં મૃતાંક વધવાની પણ સંભાવના છે. આગ લાગતા અન્ય દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રાત્ર  40 ફાયર ફફાઇટર સહિત જિલ્લા પોલીસનો કાફલો અને ફાયરના ફાઇટરો રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા હતા.

Untitled 47 ભરૂચ હોસ્પિટલમાં આગ અંગે PM મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું - હું પીડિત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના